આગામી 10 તારીખ સુધી મેઘરાજા રાજ્યના આટલા વિસ્તારોમાં મન મુકીને વરસશે

Published on: 12:17 pm, Sat, 4 September 21

અવારનવાર અતિભારે અથવા તો મધ્યમ વરસાદને લઈ હવામાન વિભાગ અથવા તો નિષ્ણાંતો દ્વારા કેટલીક આગાહી કરવામાં આવતી હોય છે. રાજ્યમાં વરસાદ આવતો ન હતો ત્યારે ખેડૂત ખુબ પરેશાન હતો. આની સાથે જ રાજ્નીય જનતા પણ વરસાદની રાહ જોઈ રહી હતી. હવે વરસાદનાં બીજા રાઉન્ડની શરુઆત થઈ ચુકી છે.

હાલમાં દુકાળની કોઈપણ મુશ્કેલી સહન ન કરવી પડે. કારણ કે, મેઘરાજા મન મૂકીને વરસશે. આની પહેલા પણ રાજ્યના કેટલાક જીલ્લામાં વરસાદ નોંધાયો હતો. 25 ઓગસ્ટથી લઈને વરસાદ શરુ થવાની આગાહીઓ કરાઈ હતી. જેના પ્રમાણે 25 તારીખથી રાજ્યના જુદા-જુદા જીલ્લામાં હળવો વરસાદ વરસવા લાગ્યો હતો પણ સાતમ-આઠમ બાદ તો વરસાદે કઈક નવો જ વેગ ધારણ કરી લીધો છે. રાજ્યના બધા જળાશયો હદ કરતા પણ વધુ ખાલી થઈ ચુક્યા હતા કે, જે ખુબ સારો વરસાદ થતા જ સપાટી લેવલ વધવા લાગ્યા છે.

કદાચ કેટલાક જીલ્લામાં વરસાદની અછત રહી જાય તો જળાશય દ્વારા તમામ ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહેશે એવા પ્રકારની સુવિધા સરકાર કરશે. વરસાદે કમબેક કરતા લોકોના દિલમાં વરસાદ અંગેની ચિંતા હતી તે ખુબ હળવી ફૂલ થઈ ગઈ છે.

છેલ્લા થોડા દિવસમાં વરસાદ પાછો ખેંચાયો ત્યારે ખેડૂતોને જરૂર હોવા છતા પણ સિંચાઈ માટેનું પાણી મળી રહ્યું ન હતું. જેથી તેઓને ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી. આની સાથે જ એક નવી તથા સચોટ આગાહી આવી ગઈ છે એ પ્રમાણે 6 તારીખથી લઈને 10 તારીખ સુધી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આ સમય દરમિયાન 100% વરસાદ પડશે જ એવી ખાતરી આપવામાં આવી છે. આની સાથે જ કેટલાક વિસ્તારોમાં તો વીજળીના કડાકાની સાથે ધોધમાર વરસાદ વરસશે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનની સાથે વરસાદ વરસશે.

સૌરાષ્ટ્ર તથા પોરબંદર તેમજ દ્વારકામાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાશે એવી આગાહી કરવામાં આવી છે. આગાહીને કારણે ગઈ કાલે રાજકોટથી NDRFની ટીમને પણ પોરબંદર તેમજ દ્વારકામાં રવાના કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, હિંમતનગર તથા પાટણમાં પણ મધ્યમથી લઈને ભારે વરસાદની શક્યતા રહેલી છે.

મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા તથા પંચમહાલ અને નડીયાદમાં હાલમાં વરસાદ વરસ્યો છે. હાલના સમય સુધી રાજ્યમાં કચ્છ, ઉત્તર તથા મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જળાશયો ખાલીખમ પડ્યા છે. જેમાં ફક્ત પીવાલાયક પાણીનો જથ્થો જ બચાવેલ હતો.

ડેમના ઉપરવાસમાં ખુબ સારો વરસાદ પડે તો ડેમો છલકાઈ જાય તો ડેમના લાભાર્થી વિસ્તારમાં ઉનાળા માટે પણ પાણીનો જથ્થો બચી રહેશે તથા જમીનના તળ પણ ઉપર આવશે. આની સાથે જ એક નવી તેમજ સચોટ આગાહી આવી ગઈ છે એ પ્રમાણે 6 તારીખથી લઈને 10 તારીખ સુધી અતિભારે વરસાદ તથા 13 તારીખથી લઈને 15 તારીખ સુધી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…