ગુજરાત અને બિહાર સહિત 7 રાજ્યોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે એક ચેતવણી જારી કરી છે અને આગાહી કરી છે કે, આગામી 12 કલાકમાં ચક્રવાત શાહીન મજબૂત અને સક્રિય બને તેવી શક્યતા છે. અગાઉ 26 સપ્ટેમ્બરે ચક્રવાતી તોફાન ગુલાબે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી હતી, જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ 7 રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ:
હવામાન વિભાગ (IMD) ની માહિતી મુજબ, ઊંડું દબાણ હવે ચક્રવાત ગુલાબમાં ફેરવાઈ ગયું છે, જે ભારત સિવાય પાકિસ્તાન અને ઈરાનની નજીક સ્થિત છે. ચક્રવાતી શાહીનની અસર બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાતમાં જોવા મળી શકે છે અને આગામી ત્રણ દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
વાવાઝોડું ખતરનાક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા:
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાતી તોફાન શાહીન આજે (1 ઓક્ટોબર) મોડી રાત્રે અથવા આવતીકાલે સવાર સુધીમાં ખતરનાક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન શાહીન અરબી સમુદ્રમાં પ્રવેશ્યા બાદ આગામી થોડા કલાકોમાં પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે.
90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન:
હવામાન વિભાગએ કહ્યું છે કે, ‘ચક્રવાતી તોફાન શાહીનની તીવ્રતા પછી 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મજબૂત પવન ફૂંકાવાની શક્યતા છે. તે અરબી સમુદ્રમાં ભારતના કિનારેથી પાકિસ્તાનના મકરન દરિયાકાંઠે આગળ વધે તેવી સંભાવનાઓ છે.
આગામી 3 દિવસ વરસાદની સંભાવના:
ચક્રવાત શાહીન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અસર કરશે નહીં, પરંતુ વાવાઝોડાની અસરને કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન વાદળછાયું આકાશ અને હળવો વરસાદ અથવા ઝરમર વરસાદની સંભાવના છે. IMD ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “શુક્રવારે દિલ્હીમાં સામાન્ય રીતે વાદળછાયું રહેશે અથવા હળવા વરસાદ અથવા ઝરમર વરસાદ પડશે.” હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાના ખસી જવાના વિલંબને કારણે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હળવા વરસાદની આગાહી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…