
મગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ખુબ લાંબા સમય સુધી ખેંચાયો છે ત્યારે ખેડૂતોએ ખેતરમાં ઉભો કરેલ પાક નિષ્ફળ જઈ રહ્યાં છે. જેને ધ્યાનમાં લઈ ધરતીપુત્રો કાગડોળે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે પણ ગત વર્ષ કરતા શરુ વર્ષ દરમિયાન સાવ નહિવત વરસાદ પડ્યો છે.
જેથી મેઘરાજાને રીઝવવા વિરપુરમાં સતીમાં રતનમાની દેરીમાં સમસ્ત વિરપુર ગામના ખેડૂતો તેમજ મહિલાઓએ અખંડ 12 કલાકની રામધૂનનું આયોજન કર્યું હતું. ખેડૂતોએ ભગવાન શ્રીરામ સમક્ષ ધૂન બોલીને પોતાના ખેતરમાં વાવેલા પાક પર મેઘરાજા વહેલી તકે વરસાદ વરસાવે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. આ અખંડ ધૂનમાં ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો તથા મહિલાઓ હાજર રહ્યા છે.
વરસાદ વરસે અને સૌનું કલ્યાણ થાયઃ ખેડૂત
વિરપુરના મુકેશભાઇ પટેલ નામના ખેડૂત જણાવે છે કે, ખેડૂતોનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે ત્યારે સતીમાની દેરીએ 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામને એટલી પ્રાર્થના કરીએ કે, ખુબ વહેલી તકે વરસાદ વરસે તેમજ સૌનું કલ્યાણ થાય.
અન્ય ખેડૂત કાળુભાઈ રાણપરીયા જણાવે છે કે, આજે સતીમા યુવક મંડળ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. વિરપુર ગામના બધા જ્ઞાતિના ભાઇઓ અને બહેનો રામધૂનમાં જોડાયા છે. ભગવાનને એટલી પ્રાર્થના કરે છે કે, અમૃતરૂપી વરસાદ વરસાવીને ખેડૂતો મૂરઝાતા પાકને નવજીવન આપે.
વિરપુરના જેપુર ગામનાં છાપરવાડી – 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું:
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતાતુર બન્યો છે ત્યારે ખેડૂતોના પાકો મૂરઝાવા લાગ્યા છે. રાજ્ય સરકારે સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લીધો છે. જેમને લઈ વિરપુરના જેપુર ગામ નજીકના છાપરવાડી-2 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું.
ડેમ સાઈટના અધિકારી હિરેન જોશી જણાવે છે કે, છાપરવાડી-2 ડેમ સિંચાઈ માટેનો ડેમ હોય તથા ડેમમાં હાલ પાણીનો જથ્થો 20.33 MCFT રહેલો છે. જે સંપૂર્ણ પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઈ માટે છોડી દેવામાં આવ્યો છે. જેથી છાપરવાડી-2 ડેમના કેનાલ કાંઠે આવતા જેપુર, મેવાસા, જાંબુડી, પ્રેમગઢ સહિત 8 ગામોના ખેડૂતોને આ સિંચાઈનો લાભ મળશે તેમજ મૂરઝાયેલા પાકને જીવતદાન મળશે.
પહેલા પણ 12 કલાકની અખંડ ભગવાન સ્વામિનારાયણની ધૂન યોજાઇ હતી:
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો હોવાથી વાવેલા પાક લૂકાવા લાગ્યા છે. જેને કારણે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે પણ ગત વર્ષ કરતા સાવ નહિવત વરસાદ વરસ્યો છે. જેથી મેઘરાજાને મનાવવા વિરપુરમાં સ્વામિનારાયણ મંદિરમાં ખેડૂતો, હરિભક્તો તથા સંતો દ્વ્રારા 11 દિવસ અગાઉ શ્રાવણી અગિયારસના પાવન દિવસે ભગવાન સ્વામિનારાયણની અખંડ 12 કલાકની ધૂનનું આયોજન થયું હતું. ખેડૂતોએ સ્વામિનારાયણ ભગવાન સમક્ષ ધૂન બોલીને પોતાના ખેતરોમાં વાવેલા પાક પર મેઘરાજા વહેલી તકે વરસાદ વરસાવે તેવી પ્રાર્થના કરી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…