1 લાખનું રોકાણ કરો અને મહિને કરો 8 લાખ કમાણી, તેમાં જો સરકાર મદદ કરે તો ? જાણો કઈ રીતે શક્ય બનશે.

Published on: 4:02 pm, Tue, 27 July 21

ઓછા ખર્ચમાં મોટી કમાણી કરી શકો છો. જો તમે કાકડીના વાવેતર નો વિચાર કરો તો તમે ઝડપથી કમાણી કરી શકશો. અત્યાર ના આ સમયમાં ઝડપથી પૈસા કઈ રીતે કમાવી શકાય. આ પ્રશ્ન લગભગ બધા જ ખેડૂતોના મનમાં હોય છે તો આજે અમે તમને તેની કેટલીક માહિતી આપીશું.

કાકડી નો પાક 60 થી 80 દિવસ માં તૈયાર થઈ જાય છે. સામાન્ય રીતે કાકડી ઉનાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે. પરંતુ ચોમાસાની ઋતુમાં કાકડીનો પાક વધારે માત્રામાં ઉગે છે. કાકડી ની ખેતી તમામ પ્રકારની જમીન પર થઈ શકે છે જે જમીન પર કાકડીનું વાવેતર કરવાનું હોય તે જમીન ની પી.એચ માપ 5.5થી 6.8 સારુ માનવામાં આવે છે. એની ખેતી તળાવના કાંઠે અને નદીના કાંઠે પણ કરી શકાય છે. તો ચાલો જાણીએ તેનો વ્યવસાય કઈ રીતે કરવો.

સરકાર પાસેથી સબસિડી લઈને કરો વ્યવસાય શરૂ
જે ખેડૂત કાકડી ની ખેતી કરીને લાખોની કમાણી કરે છે તે ખેડૂતોનું કહેવું છે કે ખેતીમાં નફો મેળવવા માટે તેને તેના ખેતરમાં કાકડીઓ વાવી છે. અને માત્ર ચાર મહિનામાં જ 8 લાખ રૂપિયાની કમાણી કરી છે. તેના ખેતરમાં નેધરલેન્ડની કાકડી નું વાવેતર કર્યું હતું. ઉત્તર પ્રદેશનો આ એક ખેડૂત નેધરલેન્ડ ની કાકડીના આ પ્રજાતિના બીજ મંગાવી વાવેતર કરનાર ભારતનો પ્રથમ ખેડૂત બન્યો હતો.

તેમાં વિશેષ બાબત એ છે કે આ જાતિના કાકડી ના બીજ હકીકતમાં હોતા નથી.તેના કારણે આ કાકડીની માંગ મોટી હોટેલો અને રેસ્ટોરન્ટમાં વધારે રહે છે.ખેડૂત દુર્ગાપ્રસાદ નું કહેવું છે કે બાગાયત વિભાગની 18 લાખ રૂપિયાની સબસિડી લઈને તેને ખેતરમાં જ શેડ નેટ હાઉસ બનાવ્યું હતું.સબસીડી લીધા પછી તેમને 6 લાખ ખર્ચ કરવા પડ્યા. આ સિવાય નેધરલેન્ડ્સ તરફથી તેને 72 હજાર રૂપિયા ના બીજ મળ્યા હતા. બીજ ની વાવણી કર્યાના ચાર મહિના પછી તેને 8 લાખ રૂપિયાની કાકડી નું વેચાણ કર્યું હતું.

આ વ્યવસાયની આટલી બધી માગનો મુખ્ય કારણ શું છે ?
આ કાકડીની મુખ્ય વિશેષતા એ છે કે સામાન્ય કાકડી કરતા 40 થી 45 રૂપિયા પ્રતિ કિલો વધારે વેચાઈ રહી છે.