અરે… બાપરે… જુઓ કેવી રીતે બાળકોથી ખીચોખીચ ભરેલી બસમાંથી નીચે પડ્યો માસુમ બાળક

153
Published on: 11:58 am, Tue, 6 September 22

હાલ એક ખુબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના તમિલનાડુની હોવાનું સામે આવ્યું છે. જેમાં ભીડથી ભરેલી તામિલનાડુ રાજ્ય પરિવહન નિગમની બસમાંથી એક સ્કુલનો બાળક નીચે પડતો જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં સ્કુલનો એક છોકરો ચાલતી બસમાંથી અચાનક નીચે પડી જતો જોવા મળી રહ્યો છે. સદભાગ્યે આ બાળક જ્યારે રસ્તા પડ્યો, તે સમયે વાહનોની અવરજવર ઓછી હોવાને કારણે બાળકનો જીવ બચી ગયો હતો.

વીડિયોમાં બાળક રોડ પર પડ્યા બાદ પોતાનાં પગ પર ઉભા રહેવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, કેવી રીતે સ્કુલનાં બાળકોને ખચાખચ ભરેલી બસમાં બેસાડવામાં આવે છે.

વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે, આ બસ તામિલનાડુનાં એક રાજ્યની માલિકીની છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૪૭૯.૭ K વ્યુઝ મળી ચુક્યા છે, જ્યારે ઘણા બધા યુઝર્સે આ વીડિયોને લાઈક કર્યો છે.

જે યુઝર્સે વીડિયો જોયો છે, તેઓ આ અકસ્માત પર ચિંતા વ્યક્ત કરતા અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સાથે જ કેટલાક યુઝર્સ આ અકસ્માત પાછળ બસ ડ્રાઈવર અને તામિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બેદરકારીને જવાબદાર ગણાવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…