મોંઘવારી મુદ્દે 5 વર્ષની બાળકીએ PM મોદીને પત્ર લખી જણાવી ‘મન કી બાત’ – જાણો શું કહ્યું…

207
Published on: 4:36 pm, Mon, 1 August 22

દેશમાં મોંઘવારીથી દરેક લોકો પરેશાન છે, શું સામાન્ય અને શું ખાસ, મોંઘવારીએ દરેકની કમર તોડી નાખી છે. 5 વર્ષની બાળકીનો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના કન્નૌજની એક 5 વર્ષની માસૂમ બાળકીએ વધતી મોંઘવારી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેણે પીએમને પેન્સિલ, ઈરેઝર અને મેગીની વધતી કિંમતો અંગે ફરિયાદ કરી છે.

મળતી માહિતી અનુસાર, બાળકી છીબરામાઉ શહેરમાં રહે છે. તેણે પત્રમાં લખ્યું હતું કે, “મારું નામ કૃતિ દુબે છે. હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. મોદીજી, તમે ખૂબ મોંઘવારી કરી દીધી છે. મારી પેન્સિલ અને ઇરેઝર પણ મોંઘા કર્યા અને મેગીના ભાવ પણ વધાર્યા. હવે મારી માતા મને પેન્સિલ માંગવા બદલ માર મારે છે. હું શું કરું? અન્ય બાળકો મારી પેન્સિલ ચોરી કરી લે છે.

સ્કૂલ ગર્લનો આ પત્ર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બાળકીના પિતા વિશાલ દુબે વ્યવસાયે વકીલ છે. તેમનું કહેવું છે કે આ પત્ર તેમની દીકરીના મનની વાત છે. તાજેતરમાં જ જ્યારે તેની માતાએ તેને સ્કૂલમાં પેન્સિલ ગુમ થવા બદલ ઠપકો આપ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી.

છીબરામાઉના એસડીએમ અશોક કુમારે કહ્યું, “તેને આ નાની બાળકીના પત્ર વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જાણ થઈ હતી. હું છોકરીને શક્ય તે રીતે મદદ કરવા તૈયાર છું અને તેનો પત્ર સંબંધિત અધિકારીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.”

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…