ભારતની એકમાત્ર ટ્રેન જેમાં મફતમાં કરી શકો છો યાત્રા, ૭૩ વર્ષથી ફ્રી મુસાફરી કરી રહ્યા છે લોકો

222
Published on: 4:35 pm, Wed, 25 May 22

ભારતીય રેલ્વે એશિયાનું બીજું અને દુનિયાનું ચોથા નંબરનું મોટું રેલ્વે નેટવર્ક છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર દેશમાં કુલ ૧૨,૧૬૭ પેસેન્જર ટ્રેન છે. તે સિવાય ભારતમાં ૭,૩૪૯ માલગાડી છે. ભારતીય રેલ્વેમાં દરરોજ ઓસ્ટ્રેલિયાની સમગ્ર વસ્તી જેટલા એટલે કે લગભગ ૨ કરોડ ૩૦ લાખથી પણ વધારે લોકો મુસાફરી કરે છે. જો તમે ક્યારે ટ્રેનમાં મુસાફરી કરી હશે તો તમને જાણ હશે કે અલગ અલગ કેટેગરી ના હિસાબ થી ભાડું હોય છે. ઘણી ટ્રેન તો એવી હોય છે જેમાં મુસાફરી કરવા માટે ખુબ જ મોટું ભાડું ચુકવવું પડે છે. પરંતુ શું તમે જાણો છો કે એક ટ્રેન એવી છે, જેમાં તમે ફ્રી માં મુસાફરી કરી શકો છો. તો ચાલો તમને તે ખાસ ટ્રેન વિશે જણાવીએ.

તમને જણાવી દઇએ કે આ ટ્રેન હિમાચલ પ્રદેશ અને પંજાબ ની બોર્ડર પર ચાલે છે. જો તમે ભાખડા નાગલ બંધ જોવા માટે જાઓ છો તમે ફ્રીમાં આ મુસાફરીનો આનંદ ઉઠાવી શકો છો. હકીકતમાં આ ટ્રેન નાગલા થી ભાખલ બંધ સુધી ચાલે છે. આ ટ્રેન થી ૨૫ ગામનાં લોકો પાછલા ૭૩ વર્ષથી ફ્રી માં મુસાફરી કરે છે. તમે વિચારી રહ્યા હશો કે જ્યાં દેશમાં એક તરફ જતી ટ્રેનની ટિકિટના ભાવ વધી રહ્યા છે, તો બીજી તરફ લોકો આ ટ્રેનમાં ફ્રીમાં મુસાફરી શા માટે કરે છે અને રેલ્વે તેની પરવાનગી શા માટે આપે છે? આવા અનેક પ્રશ્નો તમારા મન માં ઉભા થયા હશે.

હકીકતમાં આ ટ્રેનને ભાખડા ડેમ ની જાણકારી આપવાના ઉદ્દેશથી ચલાવવામાં આવે છે. જેથી દેશની ભાવિ પેઢી જાણી શકે કે દેશનો સૌથી મોટો ભાખડા ડેમ કેવી રીતે બન્યો હતો. તેમને જાણ થાય કે આ ડેમ બનાવવામાં કઈ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ભાખડા વ્યાસ મેનેજમેન્ટ દ્વારા આ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે.

આ ટ્રેન પાછલા ૭૩ વર્ષથી ચાલી રહી છે. પહેલી વખત તેને ૧૯૪૯માં શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન દ્વારા ૨૫ ગામના ૩૦૦ લોકો મુસાફરી કરે છે. આ ટ્રેન નો સૌથી વધારે ફાયદો વિદ્યાર્થીઓને થાય છે. ટ્રેન નંગલથી ડેમ સુધી ચાલે છે અને દિવસમાં બે વખત મુસાફરી કરે છે. ટ્રેનની ખાસ વાત એ છે કે તેના બધા કોચ એટલેકે ડબ્બા ઓં લાકડામાંથી બનેલા છે. તેમાં તમને કોઈ હોકર નહીં મળે.

આ ટ્રેન ડીઝલ એન્જિન થી ચાલે છે. જ્યારે એક વખત આ ટ્રેનનું એન્જિન સ્ટાર્ટ થાય છે, તો ભાખડા થી પરત આવ્યા બાદ જ બંધ થાય છે. આ ટ્રેનના માધ્યમથી ભાખડાની આસપાસના ગામ બરમલા, ઓલિંગા, નેહલા ભાખડા, હંડોળા, સ્વામીપુર, ખેડા બાગ, કાલાકુંડ, નંગલ, સલાંગડી સહિત અન્ય ક્ષેત્રના લોકો મુસાફરી કરે છે.

આ ટ્રેન ૭:૦૫ પર નંગલ થી નીકળે છે અને લગભગ ૮:૨૦ પર ટ્રેન ભાખડાથી પરત નંગલ તરફ આવે છે. વળી બપોર બાદ એક વાર ફરી ૩:૦૫ પર તે નંગલ થી ચાલે છે અને સાંજે ૪:૨૦ મિનિટ પર તે ભાખડા ડેમથી પરત નંગલ આવે છે. નંગલ થી ભાખડા ડેમ પહોંચવા માટે ટ્રેનને લગભગ ૪૦ મિનિટ લાગે છે. ટ્રેનને જ્યારે શરૂ કરવામાં આવી હતી ત્યારે તેમાં ૧૦ ડબ્બા હતા, પરંતુ હવે તેમાં ફક્ત ૩ કોચ છે. આ ટ્રેનમાં એક ડબ્બો પર્યટકો માટે અને એક ડબ્બો મહિલાઓ માટે આરક્ષિત છે. આટ્રેન બાકી ટ્રેન ની જેમ જ છે. કોઈ ખાસિયત નથી પરંતુ મફત મુસાફરી ને કારણે લોકો માં ચર્ચા થઇ રહી છે.