
હાલમાં ટેકનોલોજી તથા આધુનિક સમયમાં અનેકવિધ પ્રાચીન પરંપરાઓ જાણે લુપ્ત થઈ રહી હોય એવું જણાઈ રહ્યું છે. દેશના મોટાભાગના લોકો દાતણને તો સાવ ભુલી જ ગયા હોય એવું લાગી રહ્યું છે કે, જેનાથી દરરોજ સવારમાં બ્રશ કરવામાં આવતુ હતુ.
કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં જો કે, આ ચલણ હજુ પણ જોઈ શકાય છે. હાલમાં લોકો ટુથપેસ્ટથી બ્રશ કરવા લાગ્યા છે જેને લીધે દાતણ પ્રથા સાવ લુપ્ત થઈ ગઈ છે. હાલમાં મળી રહેલ જાણકારી પ્રમાણે ભારતના દાતણનુ અમેરિકામાં હવે વેચાણ શરૂ થઈ ચુક્યું છે.
મળી રહેલ જાણકારી મુજબ અમેરિકાની એક ઈ કોમર્સ વેબસાઈટ પર ફક્ત 1,800 રૂપિયામાં લીમડાનુ એક નંગ દાતણ વેચવાની શરૂઆત કરવામાં આવી છે. સામાન્ય રીતે દેશમાં હજુ પણ 5 રૂપિયામાં એક નંગ દાતણ મળી જતુ હોય છે. જયારે ભારતના યોગની તો અમેરિકામાં બોલબાલા વધી જ છે ત્યારે દાતણનુ વેચાણની શરૂઆત પણ ખુબ આશ્ચર્યજનક છે.
અમેરિકામાં હાલમાં તેને કેમિકલ મુક્ત એક ઓર્ગેનિક પ્રોડકટ તરીકે જોવામાં આવી રહી છે. જયારે દાતણ વેચનાર કંપની લીમડાના દાતણના ફાયદા પણ ગણાવી રહી છે. થોડા સમય અગાઉ પણ ન્યૂઝીલેન્ડની એક વેબસાઈટ પર ભારતીય ઢબના ખાટલાને 41,000 રૂપિયામાં વેચવાની શરૂઆત કરવામાં આવી હતી.
આ ટાઈપના ખાટલા ગ્રામ્ય વિસ્તારોમાં વપરાતા હોય છે. સમગ્ર દેશમાં ધાબા પર પણ કેટલાક લોકો આવા ખાટલામાં બેસીને ભોજન કરતા હોય છે. ભારતમાં તે 1000 રૂપિયાથી માંડીને 5000 રૂપિયામાં ઉપલબ્ધ હોય છે. જયારે આવા ખાટલાની કિંમત વિદેશોમાં અનેકગણી રહેલી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…