ખેલ-કુદ કરવાની ઉંમરમાં આ ભાઈ બહેન દર મહીને કરે છે લાખોની કમાણી- ટૂંક સમયમાં જ કમાઈ લીધા એક કરોડ રૂપિયા

372
Published on: 2:58 pm, Thu, 25 November 21

આજકાલ ક્રિપ્ટોકરન્સીમાં એક મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બિટકોઈન પણ એક ક્રિપ્ટોકરન્સી છે જે સૌથી મોંઘી વર્ચ્યુઅલ કરન્સી છે. જણાવી દઈએ કે, આ દિવસોમાં બે ભાઈ-બહેન ક્રિપ્ટોકરન્સીથી કરોડો કમાણી કરીને ચર્ચામાં છે. ભારતીય મૂળના ભાઈ-બહેન ઈશાન ઠાકુર અને અનન્યા ઠાકુર અમેરિકામાં રહે છે. ઈશાન 14 વર્ષનો છે જ્યારે તેની બહેન અનન્યા હજુ ફક્ત 9 વર્ષની છે.

ઈશાન અને અનન્યાએ છેલ્લા સાત મહિનામાં ક્રિપ્ટોકરન્સીમાંથી ઘણી કમાણી કરી છે. આ દરમિયાન, તેમણે પુરા 1 કરોડ 19 લાખ રૂપિયાની કમાણી કરી હોવાનું જાણવા મળ્યું છે. માત્ર ઓક્ટોબર મહિનામાં જ તેમણે 47 લાખ 61 હજાર રૂપિયાની કમાણી કરી છે. અમેરિકાના ટેક્સાસમાં રહેતો ઈશાન હાલમાં હાઈસ્કૂલમાં છે જ્યારે તેની બહેન અનન્યા ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. ઈશાન ભવિષ્યમાં UPNમાં મેડિસિનનો અભ્યાસ કરવા માંગે છે. તો, અનન્યા ભવિષ્યમાં ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ કરવા માંગે છે.

જણાવી દઈએ કે, ભાઈ-બહેને શાળાની રજાઓ દરમિયાન બિટકોઈન અને ઈથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું. પહેલા જ દિવસે બંનેએ 3 ડોલર એટલે કે લગભગ 225 રૂપિયાની કમાણી કરી હતી. પછી થોડા દિવસો સુધી તે થોડા પૈસા કમાતા રહ્યા. આ કમાણી કંઈ ખાસ નહોતી. પરંતુ પછી અચાનક તેની કમાણી વધવા લાગી. પહેલા મહિનાના અંત સુધીમાં બંનેએ લગભગ 74 હજાર રૂપિયાની કમાણી કરી હતી.

આ વિશે ઈશાન કહે છે કે, ભલે અમને અત્યારે સારા પૈસા મળી રહ્યા છે. પરંતુ મને કરોડો જીતવાનો એટલો જ ગર્વ છે જેટલો રોજના 225 રૂપિયા કમાતા સમયે હતો. જાણવા મળ્યું છે કે, ઈશાને એપ્રિલ 2021માં જ તેની કંપની ફ્લિફર ટેક્નોલોજીસની શરૂઆત કરી હતી. તેણે યુટ્યુબ અને ઈન્ટરનેટ પરથી ક્રિપ્ટોકરન્સી સંબંધિત માહિતી લીધી હતી. ત્યાંથી તે તેમાં પૈસા રોકતા પણ શીખ્યો.

Cryptocurrency બે શબ્દોથી બનેલી છે. Crypto એ લેટિન શબ્દ છે, તે cryptography પરથી આવ્યો છે જેનો અર્થ છુપાયેલ છે. તો, Currency લેટિન currentiaમાંથી આવ્યું છે, તેનો ઉપયોગ રૂપિયા-પૈસા માટે થાય છે. આ કિસ્સામાં, ક્રિપ્ટોકરન્સીનો અર્થ છુપાયેલ નાણાં છે અથવા તમે તેને ગુપ્ત નાણાં અથવા ડિજિટલ રૂપિયો પણ કહી શકો છો. Bitcoin એ સૌથી મોંઘી ક્રિપ્ટોકરન્સી છે. શરૂઆતમાં તેને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. જોકે તેની લોકપ્રિયતા જોઈને ઘણા દેશોએ તેને કાયદેસર બનાવી દીધી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…