ભારત અને ભાજપને નરેન્દ્ર મોદીના અનુગામી મળ્યા, અમિત શાહ નહિ પણ આ નેતા બનશે ભાવી વડાપ્રધાન ઉમેદવાર

647
Published on: 3:49 pm, Tue, 12 April 22

ભાજપ યોગીને ભાવિ વડા પ્રધાન તરીકે જોવા લાગ્યું છે? આ સવાલનો જવાબ દેશવાસીઓને મળવા જઈ રહ્યો છે. યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાં મળેલા જ્વલંત વિજય પછી અનેક લોકો તેમને ભાવિ વડા પ્રધાન તરીકે જોવા લાગ્યા છે. તે અનેક લોકોમાં યોગીના સમર્થક એવા સામાન્ય મતદારો પણ આવી જાય છે અને આરએસએસના નેતાઓ પણ.

યોગી આદિત્યનાથને ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય બનાવવામાં આવ્યા છે. પાર્લામેન્ટરી બોર્ડ એક એવી બોડી છે જેમાં દેશના ટોચના નેતાઓને જ સ્થાન મળતું હોય છે. તેમાં યોગીનો સમાવેશ થવો એ મોટી વાત છે. અગાઉ નરેન્દ્ર મોદી પણ મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમને ભાજપના સંસદીય બોર્ડમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. એ મુજબ અનેક નેતાઓ યોગીને મોદીની રાહે ચાલતા જોઈ રહ્યા છે.

યોગી આદિત્યનાથની મહત્ત્વાકાંક્ષા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. કારણ કે તેઓ વડા પ્રધાન મોદીને પોતાના રોલ મોડેલ ગણાવે છે. યુપીમાં તેમને મળેલી જીતની સંધ્યાએ વારાણસીમાં તેમને વડા પ્રધાન બનાવવાના નારા લાગ્યા હતા. ને હવે તેઓ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ આવી ગયા છે.

ભાજપના કેટલાક નેતાઓ યોગીમાં ભાવિ પીએમ તરીકે જોતા હોય એવું બની શકે, પરંતુ ટોચનું નેતૃત્વ તે રીતે જોતું હશે કે કેમ તે એક સવાલ છે. કારણ કે મોદી પોતે હજુ કંઈ થાક્યા નથી. તેમનામાં હજી ઘણી ક્ષમતા પડેલી છે. આ સ્થિતિમાં યોગીને વારંવાર ભાવિ વડા પ્રધાન તરીકે ચર્ચામાં લાવીને કેટલાક લોકો વર્તમાન વડા પ્રધાન માટે ટેન્શન સર્જી રહ્યા છે.