ગુજરાતની રુવાડા ઉભા કરી દેતી ઘટના! યુવતી સાથે ખેતરમાં શરીર સુખ માણી મોતને ઘાટ ઉતારી, દફનાવી દીધી

663
Published on: 5:33 pm, Thu, 6 January 22

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામની 20 વર્ષની યુવતીના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા. તેની બાજુમાં આવેલા ફાફટ ગામના 24 વર્ષીય યુવકની સાથે આ યુવતીના પ્રેમ સંબંધ હતો. તેથી આ યુવક, યુવતીને પોતાની સાથે ભાગી જવા દબાણ કરતો હતો. પણ પરિણીત યુવતીએ આવું ઇન્કાર કર્યો હતો. છેવટે યુવકે ખેતરમાં બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધીને પછી યુવતીનુ ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને ખેતરમાં જ ખાડો ખોદીને મૃતદેહને દાટી દીધો હતો.

20 વર્ષની રેખાના લગ્ન ગત વર્ષે જ કાયાવરોહણ મુકામે પિયુષ નામના યુવક સાથે કર્યા હતા. લગ્ન પહેલા આ યુવતીનો પ્રેમ સંબંધ 24 વર્ષના યુવક અલ્પેશ સાથે હતો. તેની જાણ રેખાના ઘરવાળાને હોવા છતાં રેખાના લગ્ન બીજા સાથે કરી દીધા હતા. પરંતુ સાસરીમાં તેનું મન ન લાગતું નહોતું, તેથી તે થોડાક જ સમયમાં પોતાના પિયર ઢેબરપુરા પરત આવી ગઈ હતી.

ત્યાર પછી ફરી રેખા અને અલ્પેશે એકબીજાને મળવાનું ચાલુ કરી દીધું. તે સમય દરમ્યાન અલ્પેશને લાગ્યું, કે રેખાને બીજે ક્યાંક સંબંધ છે અને ઘરવાળા તેને ફરી બીજા સાથે પરણાવી દેશે. તેવું સમજીને અલ્પેશ પ્રેમિકા રેખા પર વારંવાર ભાગી જવા માટેનુ દબાણ કરતો હતો, પરંતુ રેખા ભાગવા માટે તૈયાર થતી નહોતી. ત્યારે અલ્પેશે નક્કી કર્યું કે, ‘જો આ મારી નહિ થાય તો, હું કોઈની નહિ થવા દવ’.

તારીખ 7 ડિસેમ્બરના રોજ વહેલી સવારે કપાસના ખેતરમાં બોલાવી હતી, અને ખેતરમાં જ અલ્પેશે રેખા સાથે શરીર સુખ માણ્યું હતું. અલ્પેશ રેખાને વારંવાર ભાગવા દબાણ કરતો હતો, પરંતુ રેખા ભાગવા તૈયાર નહોતી. છેવટે અલ્પેશે રેખાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ત્યારબાદ ખેતરમાં જ જેવોતેવો ખાડો ખોદી રેખાની લાશ તે ખાડામાં દાટી દીધી હતી. અલ્પેશ રાતે ફરી પરત ખેતરમાં આવ્યો અને મોટો ખાડો ખોદીને ફરી રેખાના મૃતદેહને પુરેપૂરો દાટી દીધો હતો. પરંતુ પાપ ક્યારેય છુપેલા ન રહે તેમ લાશ બહાર ડોકાવા લાગી અને અલ્પેશનુ આવું ખરાબ કૃત્ય બહાર આવ્યું હતું અને હત્યાના 23માં દિવસે દાટેલી લાશ પરથી પડદો ઉંચકાયો હતો, અને સમગ્ર ઘટનાનો વણ ઉકેલાયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…