દૂધ ઊભરાવા જેવી અજાણતા થતી ઘટનાઓ આપે છે આ ખાસ સંકેત, જાણો વિગતે

Published on: 6:19 pm, Mon, 21 December 20

દૂધ ઉભરાવવું જેવી નાની-મોટી ઘટનાઓને સામાન્ય માની તેની અવગણના કરી દેવામાં આવે છે. રોજબરોજના કામ કરતી વખતે આપણા સૌના હાથમાંથી નાની-મોટી વસ્તુઓ પડી જતી હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષ શાસ્ત્ર તેમજ વાસ્તુ શાસ્ત્રમાં આ પ્રકારની કેટલીક ઘટનાઓને ખરાબ સમય પહેલાના સંકેત તરીકે મહત્વ આપવામાં આવ્યું છે? નથી જાણતાં તો આજે જાણો કે કઈ કઈ વસ્તુઓનું હાથમાંથી પડી જવું કઈ ઘટના તરફ સંકેત કરે છે.

– પાણી ભરેલો ગ્લાસ હાથમાંથી છૂટી જાય તો તેને અર્થ થાય છે કે ટુંક સમયમાં જાતક કોઈ રોગથી ગ્રસીત થઈ શકે છે.

– જે તેલથી તમે ભોજન બનાવો છો તે ઢોળાય જાય તો તેનો અર્થ થાય છે કે ઘર-પરિવાર પર કરજરૂપી બોજ વધી શકે છે. આ ઘટના અલક્ષ્મીના આગમન તરફ સંકેત કરે છે.

– પૂજા સામગ્રી ઢોળાય જાય કે મંદિરમાં પ્રજ્વલિત દીવો બુઝાય જાય તો તેને પણ અશુભ સંકેત માનવામાં આવે છે.

– સૌભાગ્યવતી સ્ત્રીના હાથમાંથી સિંદૂર કે કંકુ ઢોળાય તો તે તેના પતિ પર કોઈ સંકટનો સંકેત હોય છે.

– દૂધ ઉભરાય જાય તો પરિવારના કોઈપણ સભ્યના જીવનમાં ઊથલપાથલ થઈ શકે છે. ઘરમાં કંકાશ પણ થઈ શકે છે.

– કાળા મરીનું ઢોળાવું સંબંધોમાં વિચ્છેદનો સંકેત હોય શકે છે.

– ખિસ્સામાંથી સિક્કા પડવાથી આર્થિક નુકસાની થઈ શકે છે.

– કોઈ જાતકથી મીઠું ઢોળાય જાય તો તેનાથી તેના દાંપત્યજીવન પર અસર પડે છે.