વલસાડમાં એક મહિલા પર સ્થાનિકો ડાઘીયા કૂતરાની તૂટી પડ્યા- સમગ્ર ઘટના જાણી રુંવાટા બેઠા થઇ જશે

Published on: 7:29 pm, Thu, 7 October 21

વલસાડ(ગુજરાત): તાજેતરમાં વલસાડ(Valsad) જિલ્લાના પારડી(pardi) તાલુકામાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિયા ગામ(Pariya village)ના માંહ્યવંશી ફળિયા(Manhyavanshi faliya)માં નવસારીમાં રહેતી 50 વર્ષીય મહિલા નવરાત્રિ(navratri) માટે લોકોના ઘરે ઘરે જઈને ભીખ માંગતી હતી. આ દરમિયાન, કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મહિલા બાળક ચોર(child thief) હોવાની શંકા રાખીને મહિલાને પકડી બાળક ચોરી કરતી હોવાના આક્ષેપ સાથે ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારે પેટ્રોલિંગ(Patrolling) કરતી પોલીસ(police) દ્વારા લોક ટોળું જોઈ ચેક કરતા મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પોલીસે પ્રાથમિક તપાસ કરતા મહિલા નવસારી રહેતી હોવાનું અને પોતે ભીખ માંગવા આવી હોવાનું જણાવતા મહિલાની અજાણ્યા ઈસમો વિરૂદ્ધ NC ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાને બાળક ચોર સમજી માર મારતા હોવાની સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસ દ્વારા વીડિયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણવા મળ્યું છે કે, 6 ઓક્ટોબરના રોજ નવરાત્રિ નિમિત્તે નવસારીના કબીલપોર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય રંજનબેન જોગી વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલા માંહ્યનશી ફળિયામાં ઘરે-ઘરે જઈને ભીખ માંગી રહ્યા હતા. આ દરમિયાન, જયેશભાઇ ઉર્ફે મહેશભાઈ માંહ્યવંશી ફળિયામાં આવી રંજનબેન બાળક ચોરી કરવા આવી હોવાના આક્ષેપ સાથે રંજનબેનને પકડી માર મારવાનું શરૂ કર્યું હતું.

સ્થાનિક મહિલાઓ અને સ્થાનિક લોકો દ્વારા પણ રંજનબેનને બાળક ચોર સમજી માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન, પારડી પોલીસના જવાનો પેટ્રોલિંગ દરમિયાન લોકોનું ટોળું ભેગું થયેલું જોતા ચેક કરતા લોકો મહિલાને બાળક ચોર સમજી માર મારી રહ્યા હતા. પોલીસ દ્વારા મહિલાનો કબ્જો મેળવી પ્રાથમિક સારવાર કરાવી મહિલાની પૂછપરછ કરવામાં આવતા મહિલાને લોકોએ બાળક ચોર સમજી ખોટી રીતે માર માર્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસ દ્વારા મહિલાના નવસારી ખાતેના રહેણાંક મકાન ખાતે તપાસ કરવામાં આવતા મહિલા સાચું બોલતી હોવાનું જાણવા મળતા રંજનબેનની NC ફરિયાદ નોંધી બાળક ચોરી કરવા આવી હોવાનો આક્ષેપ કરનાર અજાણ્યા ઈસમો અને માર મારનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…