અંગદાનએ જ મહાદાન: વડોદરામાં બ્રેઇનડેડ થયેલ યુવતીએ અંગદાન કરી એકસાથે 5 લોકોને આપ્યું નવજીવન

189
Published on: 5:07 pm, Fri, 10 June 22

અંગદાન એ મહાદાન કહેવામાં આવે છે. હાલમાં ઘણા લોકો પોતાના સ્નેહીજાણોનાં મૃત્યુ બાદ તેના દેહનું અંગદાન કરે છે અને કેટલા લોકોને નવજીવન આપે છે. આજકાલ ઘણા લોકો અંગદાન(Organ donation) કરી રહ્યા છે. જેના કારણે બીજા કેટલાય લોકોને નવું જીવનદાન આપવામાં આવી રહ્યું છે. જયારે દુનિયામાં સર્વશ્રેષ્ઠ દાનમાં માનવામાં આવતું હોય તો તે અંગદાન છે.

કારણ કે અંગદાન કરવાથી બીજા લોકોને નવજીવનની પ્રાપ્તિ થાય છે. ત્યારે આ સમયે કેદારનાથનાં દર્શન ખુલ્લાં છે અને કેટલાંય શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શનાર્થે જઈ રહ્યા છે આ વચ્ચે એક ખૂબ જ દુઃખદાયી અને પ્રેરણાદાયક ઘટના બની છે. વડોદરાની પટેલ યુવતીનુ કેદારનાથ ફરીને આવ્યા બાદ બ્રેન ડેડ થયું અને પરીવારે અંગદાનનો નિર્ણય લઈને પાંચ લોકોને નવુ જીવન આપ્યું.

ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ છે. વડોદરાની કોમલ પટેલ પણ મહાદેવનાં દર્શન કરવા કેદારનાથ ગઇ હતી અને પવિત્ર તીર્થસ્થાનના દર્શન તેના જીવનના અંતિમ દર્શન બની ગયા ખરેખર આ ખૂબ જ દુઃખદ બનાવ છે. ઘરે પરત ફર્યા બાદ તેમને ગંભીર માથાનો દુ:ખાવો શરૂ થયો તેમજ અચાનક આંચકીઓ આવવા લાગી હતી. કોમલ પટેલને વધુ સારવાર માટે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

જ્યાં તેમનું સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસનું નિદાન કરવામાં આવ્યું હતું. સરવાર દરમિયાન તેને બ્રેઈન ડેડ થયું હોવાની પુષ્ટિ થઈ હતી. આ ઘટના બાદ પરિવારજનોએ અંગદાન કરવાનું નક્કી કર્યું અને પરિવારની સંમતિ બાદ તેનું હૃદય, લીવર, કિડની, આંખો અને વાળ જરૂરિયાતમંદ દર્દીઓને દાન કરવામાં આવ્યાં.

જેથી પાંચ લોકોને નવજીવન મળી શકે. ઝાયડ્સ હોસ્પિટલ, અમદાવાદ અને ગ્લોબલ હોસ્પિટલ, મુંબઈના ડોક્ટરોની ટીમે 24 કલાકની અંદર અંગ પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ અંગોના પરિવહનને ઝડપી બનાવવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.

યુવતીનાં ભાઇ વિશાલ પટેલે કહ્યું કે, માતા અને બહેન કેદારનાથ ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ બહેન કોમલ પટેલે ખૂબ માથું દુ:ખતું હોવાની તથા અન્ય તકલીફોની ફરિયાદ કરી હતી. અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. આ યુવતીનાં અંગદાનથી અન્ય પાંચ લોકોને નવજીવન મળ્યું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…