બે દિવસમાં ‘મહિયરની ચુંદડી’ દ્વારા 300 જેટલી પિતા વિહોણી દીકરીઓનું થયું કન્યાદાન

96
Published on: 10:19 am, Mon, 6 December 21

સુરતમાં ગઈકાલે 5 ડીસેમ્બરના રોજ પી.પી.સવાણી ગ્રુપ આયોજિત “ચુંદડી મહિયરની” લગ્નોત્સવનો ચોથો તબક્કો સાંજે કન્યા વિદાયથી સંપન્ન થયો હતો. પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ ખાતે પિતાવિહોણી દીકરીઓનું લગ્ન સમારોહમાં દીપ પ્રાગટ્ય જે કોરોનાકાળમાં ગંગા સ્વરૂપ થયેલી બહેનોના હસ્તે કરાવીને સામાજિક સંદેશ આપવામાં આવ્યો હતો. પી.પી.સવાણી પરિવારે દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

લગ્નસમારોહમાં જે પિતા વિહોણી દીકરીઓના લગ્ન થયા છે, તે તમામ દીકરીઓનું જે ઘરે સાસરે જવાની છે, તેમના સાસુ-સસરા દ્વારા આ દીકરીઓનું શક્તિ અને લક્ષ્મી સ્વરૂપ માનીને દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી, વલ્લભભાઈ સવાણી તથા માનવંતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. દીકરી એટલે ઈશ્વરે આપેલું કન્યાદાન.

દીકરી જન્મે ત્યારથી એનો પરિવાર એના ઘરસંસારની ચિંતા કરતા હોય છે. કમનસીબે આવી દીકરીઓના જીવનમાં અચાનક કરુણા સર્જાઈ અને પિતાની છત્રછાયા માથેથી હટી જાય ત્યારે તેમનું જીવન અંધકારમય થઇ જતું હોય છે. આવા સમયે આવી દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવી આપવાનું અદ્ભુત અને સંવેદનસભર કાર્ય છેલ્લા એક દાયકાથી કરી રહ્યા છે. એ જ કડીમાં આ વર્ષે ચુંદડી મહિયરની નામે પિતા વિહોણી ૩૦૦ દીકરીઓના લગ્ન પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના આગણે યોજવામાં આવ્યા હતા. મહેશભાઈ સવાણી અંદાજે ૫૦૦૦ જેટલી પિતા વિહોણી દીકરીઓના પાલક પિતા તરીકેની તમામ જવાબદારીઓ નિભાવે છે.

લગ્ન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા પી.પી.સવાણી પરિવારના શ્રી મહેશભાઈ સવાણી દીકરીઓનું અમુલ્ય મહિમાનું દર્શન કરાવ્યું. તેમણે જણાવ્યું હતું કે, દીકરી અને અગરબત્તી બન્ને સરખા, જે અન્યના જીવનને સુગંધિત કરે છે. દીકરી એ ત્યાગની પ્રતિમા છે. વેવાઈઓને વિનંતી કરી કે, આ પિતાવિહોણી દીકરીઓના માતા-પિતા બનીને તેઓના સ્વપ્ન સાકાર કરશો. દીકરીઓને મન ભરીને જીવવાની પ્રેરણા આપીને કહ્યું હતું કે, દીકરી તું ત્રણ પેઢી તારજે.

આ લગ્નોત્સવમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગઈ કાલે મનીષ સિસોદિયાએ પિતા વિહોણી દીકરીઓને કન્યાદાન કર્યું હતું. આ પ્રસંગે મનીષ સિસોદિયાએ જણાવતા કહ્યું હતું કે, આ પ્રસંગ અને આ કાર્ય એ પરિવાર ભાવનાનું, સર્વધર્મ સમભાવનું શ્રેષ્ઠ ઉદાહરણ સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યુ છે. સમૂહ લગ્ન આખા દેશમાં અનેક જગ્યાએ થાય છે પણ એ એક વિધિ કે ઔપચારિકતા જેવા હોય છે આજે મેં જે જોયું છે એ અભૂતપૂર્વ છે. ગયા જન્મમાં કરેલા અનેક પુણ્ય કરનારને આ કામ કરવાનો દિવ્ય અવસર મળ્યો હશે. વધુમાં તેમણે દિલ્હી સરકાર અને દિલ્હીવાસીઓ વતી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…