સૌરાષ્ટ્રની આ હોસ્પિટલમાં નાની બીમારીથી લઈને દરેક મોટા ઓપરેશન થાય છે તદ્દન મફતમાં…

266
Published on: 3:50 pm, Fri, 3 December 21

રાજ્યમાં ઘણી સંસ્થાઓ છે જે, લોકોની સેવા માટે સેંકડો રૂપિયાનું દાન વહાવી દે છે. રાજ્યમાં ઘણી હોસ્પિટલો છે કે જ્યાં, 50% અથવા સાવ મફતમાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે. હાલ આવી જ એક હોસ્પિટલ ની વાત કરવા જઈ રહ્યા, ત્યાં નાનામાં નાની થી લઈને દરેક મોટી બીમારીઓ ના ઓપરેશન તદ્દન ફ્રી મા કરવામાં આવે છે. જેના કારણે એવા લોકો હોસ્પિટલનો લાભ લઇ શકે છે કે જેઓ, મોંઘી સારવાર મેળવી શકતા નથી.

હાલ આવી જ એક હોસ્પિટલ ની વાત કરી રહ્યા છીએ, જ્યાં મોંઘામાં મોંઘી સારવાર પણ તદ્દન ફ્રી માં કરવામાં આવે છે. હોસ્પિટલ સામાન્ય પરંતુ મોટી મોટી ખાનગી હોસ્પિટલોને પણ ટક્કર આપે છે. ટેકનોલોજી થી લઈને દરેક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલમાં દર્દીને તદ્દન ફ્રી માં સારવાર કરવામાં આવે છે. ગુજરાતના ભાવનગરના ટીંબી ગામ માં હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલનું નામ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ છે. જ્યાં દરેક લોકોની ફ્રીમાં સારવાર કરવામાં આવે છે.

ખરેખર હોસ્પિટલના નામની જેમ જ માનવ સેવાનો રાખીને હોસ્પિટલના દરેક તબીબો દર્દીઓની ફ્રીમાં સેવા કરે છે. અધતન સુવિધાથી સજ્જ હોસ્પિટલની અંદર opd થી લઈને એક્સ રે સોનોગ્રાફી તથા લેબોરેટરીમાં થતાં મોંઘા મોંઘા રિપોર્ટ્સ અહીંયા તદ્દન મફતમાં કરી આપવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ સારવારની દવાઓમાં લાખો રૂપિયા ખર્ચતા હોય છે, પરંતુ આ હોસ્પિટલમાં દરેક પ્રકારની દવાઓ પણ તદ્દન ફ્રી માં મળે છે. હોસ્પિટલમાં નાની થી લઈને મોટી બીમારીઓ ના ઓપરેશન થાય છે, જેનો દર્દી પાસેથી કોઈ જ ચાર્જ લેવામાં આવતો નથી.

થાઇરોઇડ, આંતરડાના ઓપરેશન, આંખોની દરેક સમસ્યા, ગર્ભ ના ઓપરેશન, સારણગાઢથી લઈને ઘણી બીમારીઓની સારવાર રીમા થઈ રહી છે. સાથોસાથ હોસ્પિટલમાં ડેન્ટલ ફિઝિયોથેરાપી, જનરલ સર્જરી સહિત ગાયનેક સર્જરી પણ ફ્રીમાં થઈ રહી છે. હોસ્પિટલમાં માત્ર દર્દીઓ જ નહિ પરંતુ દર્દીઓની સાથે આવતા લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમને જમવાથી લઈને તેમના રહેવા સુધીની દરેક વ્યવસ્થા આ હોસ્પિટલમાં કરવામાં આવી છે.

હાલની તારીખે હોસ્પિટલમાં દરરોજ ૭૦૦થી ૮૦૦ જેટલા દર્દીઓને તદ્દન ફ્રી માં સારવાર મળે છે. હોસ્પિટલ ની વાત કરીએ તો, એક સંતના નિષ્ઠાવાન નિર્ણયથી આટલી મોટી હોસ્પિટલ તૈયાર થઈ હતી. હોસ્પિટલનું નામ એ જ સંત પરથી રાખવામાં આવ્યું છે. નિર્દોષાનંદજી નામના સંત જુદા જુદા આશ્રમમાં વિહાર કરતા હતા. નિર્દોષાનંદજીએ આ વિસ્તારમાં ગરીબોને રિબાઈ રિબાઈને મારતા જોયા, સાથોસાથ મધ્યમ વર્ગના લોકોની પરિસ્થિતિ જોઈને તેમને હોસ્પિટલ બનાવવાનો વિચાર આવ્યો હતો. સ્વામીશ્રીના આ એક વિચારમાં સેંકડો લોકોએ દાન આપ્યું હતું અને ત્યારબાદ આટલી ભવ્ય હોસ્પિટલ તૈયાર થઈ હતી.

તમે પણ આટીકલ વધુમાં વધુ લોકોને શેર કરો, જેના કારણે દરેક જરૂરિયાત મંદ હોસ્પિટલ નો લાભ લઇ શકે.
સરનામું: શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ગામ-ટીંબી, તાલુકો-ઉમરાળા, જીલ્લા-ભાવનગર.
મોબાઇલ: (02843) 242444,(02843) 242044, 8758234744

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…