માંગરોળ તાલુકાના લીંબોદરા ગામમાં બે ભૂલકા ઘરની પાછળના ભાગે આવેલા તળાવના પાણીની અંદર રમવા જતા અકસ્માતે ડૂબી ગયા હતા. મામા ફોઈના બંને બાળકો તળાવમાં ડૂબી જતા ગ્રામજનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ આ બન્ને બાળકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. સુજલામ સુફલામ યોજનામાં ખોદાયેલા આ તળાવમાં બેદરકારી બદલ ગ્રામજનોમાં કામ કરનાર એજન્સી વિરુદ્ધ રોષ ભરાયો છે.
મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાના લીંબોદરા ગામે આજે ઢળતી સાંજે એક કરૂણ ઘટના બની હતી. મોટી નરોલીથી મામાના ઘરે આવેલી આઠ વરસની મોહિનુર ઇમરાન મલેક મામાના દીકરા રેહાન ઈલ્યાસ પઠાણ ઉંમર વર્ષ 10 સાથે ઘરના માત્ર 15 ફૂટ દૂર આવેલા હાલમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાઈ રહેલા તળાવ બાજુ રમવા ગઈ હતી.
આ દરમિયાન અચાનક બને તળાવમાં આવેલા પાણીની અંદર ડૂબી ગયા હતા. તેમના પરિવારજનો અને ગ્રામજનોને આ અંગે જાણ થતા ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. તળાવમાં પાણી વધુ ન હોવાથી લોકો દ્વારા બંને બાળકોને તરત જ શોધી કાઢવામાં આવ્યા હતા.
પરંતુ, બંને બાળકોને બચાવવા મોડું થતાં બંને બાળકો તળાવના પાણીમાં ડૂબીને મોતને ભેટ્યા હતા. એક જ ઘરમાં બહેન અને ભાઇની બે બાળકો આ રીતે ઘરના પાછળના ભાગમાં આવેલા તળાવમાં ડૂબીને મોતને ભેટતા લીમોદરા ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.
આ સાથે જ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ખોદાઈ રહ્યું હતું. તળાવ ખુદના એજન્સી દ્વારા તળાવ ઉંડુ હોવાથી આજુબાજુ કોઈ પણ જાતનું સલામતીની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી બિન સલામત તળાવ સામે લોકોમાં રોષની લાગણી છવાઈ હતી અને તળાવ ખોદનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…