કોરોનાકાળમાં આ પટેલભાઈએ વહાવી દાનની સરવાણી: અંબાજી મંદિરને દાનમાં આપ્યું એક કિલો સોનું

Published on: 3:35 pm, Wed, 11 August 21

ગુજરાતીઓ દાનનાં મામલે ખુબ પ્રખ્યાત બન્યા છે. ધાર્મિક અથવા તો અન્ય કોઈ આપતિજનક કાર્યમાં સતત દાનની સરવાણીઓ વહાવતા રહેતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર રહેલું છે.

યાત્રાધામ અંબાજીના વિકાસ માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તથા બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયત્નો કરવામાં આવ્યા છે ત્યારે હાલમાં પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની તેમજ અમેરિકામાં રહેતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ તથા હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી 48 લાખ રૂપિયાની કિંમતનું 1 કિલો સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં આપવામાં આવ્યું છે.

યાત્રાધામ અંબાજીના વિકાસ અર્થે માઈભક્તો દાનની સરવાણી વહાવતા હોય છે ત્યારે દાતાઓના દાનથી જ અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવી દેવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઇ છે કે, જેમાં 140 કિલો એટલે કે, કુલ 435 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આજે પાટણ જિલ્લામાં આવેલ બાલીસણા ગામના વતની તેમજ અમેરિકામાં રહેતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી 48 લાખ રૂપિયાની કિંમતનું કુલ 1 કિલો સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં આપવામાં આવ્યું છે.

અંબાજી મંદિર તરફથી મળેલ જાણકારી મુજબ, અત્યાર સુધીમાં 61 ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે કે, જેમાં કુલ 140 કિલો 435 ગ્રામ સોનું તેમજ કુલ 15,711 કિગ્રા તાંબાનો ઉપયોગ કરાયો છે. મહત્વની વાત તો એ છે કે, હાલમાં સુવર્ણ યોજના-2 અંતર્ગત સોનાના દાનનો સ્વીકાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે કે, જેને યાત્રિકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે.