એવું તો શું દુઃખ આવી પડ્યું કે, થરાદ જીલ્લાના આ દંપતીએ ખેતરમાં ઝાડની ડાળીએ સાડીથી ટૂંપો ખાઇને જીવનલીલા સંકેલી

132
Published on: 12:06 pm, Sat, 2 October 21

ઘણીવાર ખેડૂતો આપઘાત કરી લેતા હોય છે ત્યારે આપઘાતની આવી જ અન્ય એક ઘટના હાલમાં સામે આવી છે કે, જેમાં રાજ્યના થરાદ જીલ્લામાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગોકુળગામના પાટિયા પાસે આવેલ પોતાના જ ખેતરમાં ખીજડાના વૃક્ષ સાથે સાડી વડે ટૂંપો ખાઈને પતિ-પત્નીએ બુધવારની સવારે આપઘાત કર્યો હતો.

હજુ પણ પતિ-પત્નીની હત્યા કરાઈ છે કે આત્મહત્યા કરી છે એ રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગૂનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન, મૃતકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળતાં સમગ્ર પંથકમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

થરાદ-વાવ હાઇવે પરના ગોકુળગામના પાટિયા પાસેના પોતાના ખેતરમાં ખીજડાના વૃક્ષ સાથે સાડી વડે ગળેટૂંપો ખાધેલ હાલતમાં પતિ ઠાકરશીભાઈ અમરતભાઈ ઠાકોર (ઉં.વ.25) તેમજ પત્ની હીનાબેન (ઉં.વ.20)નો સવારમાં મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

ત્યારબાદ આ ઘટના અંગે યુવતીના પિતા ચમનાભાઈ રત્નાજી ઠાકોરને જાણ થતાં તેમણે તરત જ પોલીસ મથકમાં જાણ કરી હતી. થોડા દિવસ પહેલા જ પુત્રી અને જમાઈ મળવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ સાથે પોતાના ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન, ખેતરમાં પુત્રી અને જમાઇએ સાડી વડે ગળે ફાંસો ખાઇ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે તેમ જણાવ્યું હતું.

આ અંગે PSI સાહેબખાન ઝાલોરીએ સ્ટાફ સાથે દોડીને બંનેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં પતિ-પત્નીના આત્મહત્યા અંગે અકસ્માતે મોતનો ગૂનો નોંધ કરી આગળની તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, મૃતકના ખિસ્સામાંથી મળી આવેલ એક ચિઠ્ઠી લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું. જેને લઇ આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે તે અંગે PSI સાહેબખાન જાલોરીને પૂછતાં તેમણે કહ્યું હતું કે, ‘મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી છે હાલમાં આ અંગેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…