પિતાની વાતનું માઠું લગતા સુરતમાં એકની એક દીકરીએ ટુંકાવ્યું જીવન- પરિવારના હૈયાફાટ રૂદનથી ધ્રુજી ઉઠ્યું પંથક

150
Published on: 3:19 pm, Thu, 25 November 21

આજકાલ વધી રહેલા આપઘાતના કેસો દરમિયાન ફરીવાર રાજ્યમાંથી એક આપઘાતનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ અને બે સંતાનોને છોડી બીજા જોડે ભાગી ગયેલી માતા સાથે તારા જ ફોનથી વાત કરી લે એમ કહેતા 13 વર્ષની દીકરીએ માઠું લગાડી ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું.

મળતી માહિતી મુજબ, સુરતના સચિન વિસ્તારમાં એમઆરએફ કંપનીના ટાયરનો શો રૂમ ધરાવતા વેપારીની એકની એક દીકરીનો ઘર પાછળ લટકતો મૃતદેહ જોઈ પિતાના હૈયાફાટ રૂદનથી આખી સોસાયટી ગમગીનીના માહોલમાં ફેરવાય ગઈ છે. જાણવા મળ્યું છે કે, મૃતક વન્સિકા ધોરણ-6ની વિદ્યાર્થીની હતી અને શાળાએથી ઘરે આવી માતા સાથે વાત કરવા પિતા પાસે ફોન માગી જીદ કરી રહી હતી.

આ અંગે નિલેશ શર્મા (દીકરી ગુમાવનાર પિતા) એ જણાવ્યું હતું કે, તેઓ બિહારના રહેવાસી છે. બે સંતાનોના પિતા છે. મોટી દીકરી વન્સિકા અને ત્યારબાદ એકનો એક 10 વર્ષનો દીકરો છે. લગ્નના 15 વર્ષ બાદ પત્ની બે બાળકો અને પતિને છોડી 4 મહિના પહેલા બીજા જોડે ભાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ, એક અઠવાડિયા પહેલા અચાનક બાળકોનો પ્રેમ જાગી આવતા મળવા આવી હતી. ત્યારે મોટી દીકરીને માતા મોબાઈલ સિમ-કાર્ડ આપી ગઈ હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે મોટી દીકરી શાળાએ પરત આવ્યા બાદ ભોજનને લઈ માતા સાથે વાત કરવા મારો ફોન માંગી રહી હતી. પત્ની સાથેના મનદુઃખને લઈ મે દીકરીને બસ એટલું જ કહ્યું તારી પાસે મોબાઈલ છે તારા ફોનથી વાત કરી લે એ વાતનું માઠું લગાડી દીકરી રૂમમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ અચાનક દીકરાની બૂમાબૂમ સાંભળી દોડીને જોતા દીકરી વન્સિકા ઘર પાછળના વાડામાં પતરાના સેડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. બાદમાં તાત્કાલિક તેને નીચે ઉતારી નજીકની હોસ્પિટલમાં લઈ જતા સિવિલ મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં વન્સિકાને મૃત જાહેર કરવામાં આવી હતી.

આ અંગે વધુમાં મળતી માહિતી મજબ, તેઓ એમઆરએફ ટાયરનો શો રૂમ ધરાવે છે. તેમણે જણાવ્યું કે, બાળકો જ મારી અસલ મિલકત છે. દીકરી મારી લાડકી હતી. પતિ-પત્નીના ઝઘડામાં દીકરી આટલું મોટું પગલું ભરશે એનો જરાએ ખ્યાલ ન હતો. નહીંતર ફોન શું જીવ આપી દીધો હોત, બસ ભગવાન આ આઘાતને સહન કરવાની શક્તિ આપે. આ ઘટનાને લઈને પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…