સુરતમાં હેવાનિયતની તમામ હદો પાર- એક ભાઈએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી તો બીજા ભાઈએ પિતાની જાણ બહાર ગર્ભપાત કરાવ્યો

272
Published on: 12:12 pm, Mon, 20 September 21

સુરત(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર દુષ્કર્મના બનાવ બનતા હોય છે. તેવામાં હજારો સગીરા પણ અનો ભોગ બનતો હોય છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળમાં 16 વર્ષની તરૂણી પર યુવાને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સગીરા પર અન્ય કોઈએ નથી પરંતુ તેના ભાઈએ દુષ્કર્મ આચર્યો હતો. ત્યારબાદ મોટો ભાઈ તરૂણીને હોસ્પિટલ લઈ જઈ ખોટી ઉંમર જણાવી ગર્ભપાત કરાવી નાખ્યો હતો. જેને કારણે કોસંબા પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ, બે વર્ષ પહેલા સુરતના માંગરોળ તાલુકાના ધામરોડની સીમમાં મજૂર પરિવારની યુવતી સગીર હતી. ત્યારે માતા પિતા અને ઘરનું આર્થિક રીતે મદદ કરવા માટે કંપનીમાં કામ માટે જતી હતી. તે દરમિયાન ત્યાં કામ કરતા મહેશભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ફેક્ટરી ચાલુ થતાં ફરીવાર સગીરા ફેક્ટરીમાં કામેં જવા લાગી હતી. આખો દિવસ કામ કરી સાંજે જયારે સગીરા ઘરે જતી હતી ત્યારે મહેશ સગીરાને ફેક્ટરીના પહેલા માળ બોલાવી તેના પર દુષ્કર્મ આચરતો હતો.

કામ પર પરથી કઢાવી નાખવાની ધમકી આપીને સગીરાને પર અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. નોકરી બચાવવા માટે તે આ વાતની જાણ પરિવારને કરતી ન હતી. સગીરા બીમાર હોવાથી એક દિવસ કામે આવી ન હતી. તેની જાણ મહેશને થતાં તેના ભાઈ મુકેશને ઘરે મોકલ્યો હતો. ત્યારે તેના ભાઈએ જણાવ્યું હતું કે, તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી છે. જેથી પિતા સાથે સગીરાને નર્સિગ હોમમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોકટરોએ જણાવ્યું હતું કે, સગીરા ગર્ભવતી છે.

તે દરમિયાન જયારે ડોક્ટરે સગીરાની ઉંમર પૂછી ત્યારે મુકેશે તેની ઉંમર 19 વર્ષ જણાવી હતી. તેમજ રજિસ્ટરમાં પિતાનું નામ પણ લખાવ્યું હતું. ત્યારબાદ તેને ગર્ભપાત કરાવી ઘરે મોકલી દેવામાં આવી હતી. પિતાએ સગીરાની પૂછતાછ કરતાં મહેશનું નામ સામે આવ્યું હતું. મહેશ જ્યારે મળતો ત્યારે મારી નાંખવાની ધમકી આપતો હતો તેવું સગીરાએ જણાવ્યું હતું. ત્યારબાદ પિતાના મિત્રએ હિંમત આપી ત્યારે પિતાએ કોસંબા પોલીસ સ્ટેશનમાં મહેશ પટેલ અને ભાઈ મુકેશ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…