સુરત(ગુજરાત): હાલમાં સુરત(surat)માંથી એક ચોકાવનારો બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાંસનામાં અંધ બનેલા વૃદ્ધે(Aged) એક માનસિક બીમાર બાળક(Mentally ill child) સાથે જાહેરમાં જ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું છે. બાળકોને રમાડવાના બહાને ખોળામાં બેસાડીને તેની સાથે અડપલા કરવાની સાથે સાથે ખરાબ(Bad) કામ કરતો હોવાની સ્થાનિકોને આશંકા હોવાથી તેના પર નજર રાખતા હતા.
આ દરમિયાન, વૃદ્ધ જાહેરમાં જ બાંકડા પર બેસીને માનસિક બીમાર બાળક સાથે ખરાબ કામ કરતો હોવાનો વીડિયો સ્થાનિકો દ્વારા મોબાઈલના કેમેરામાં કેદ કરીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા હાલ વાસનામા અંધ બનેલા વૃદ્ધની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે સોસાયટીના એક વડીલે નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, વાસના પીડિત વૃદ્ધ નિઃસંતાન છે. સોસાયટીના બાળકોને રમાડવાના બહાને જાહેરમાં જ તે ખરાબ કામ કરતો હતો. આવા ગંદા કામ કરતો હોવાનું વીડિયોમાં બહાર આવતા આખી સોસાયટી ચોંકી ઉઠી છે. વૃદ્ધની વાસનાનો ભોગ બનનાર માનસિક બીમાર બાળક બાજુની સોસાયટીમાં જ રહેતો હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, સોસાયટીના ગેટ પર જ એક વૃદ્ધ બાકડા પર બેસી બાળકોને ખોળામાં બેસાડી વ્હાલ કરતા જોઈ આખી સોસાયટી ખુશ હતી. નિઃસંતાન વૃદ્ધનો બાળક પ્રત્યેનો પ્રેમ જોઈ દરેક ખુબ રાજી રહેતા હતા. જોકે, એક દિવસ સોસાયટીના બાળકોએ વૃદ્ધની આ ગંદી હરકત જોઈને વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ પોત પોતાના વડિલોને વીડિયો બતાવ્યો હતો જેથી ચર્ચાનો વિષય બન્યો હતો.
View this post on Instagram
માનસિક બીમાર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બાબતે મૌન ધારણ કરીશું, તો ભગવાન પણ માફ નહિ કરે. એ વિચારથી પોલીસની મદદ લીધી હતી. આ ઉપરાંત, પોલીસને સમગ્ર વીડિયો બતાવવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં રૂપી એની અટક કરવામાં આવી હતી. મંગળવારની રાત્રે પોલીસ દ્વારા વૃદ્ધની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું. હાલ આ સમગ્ર ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ એ.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, મારા ધ્યાને વાત આવી છે. બાળકના માતા-પિતાને બોલાવવામાં આવ્યા છે. ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ અ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…