ફોનમાં કાર્ટુન જોતા-જોતા બે વર્ષનું બાળક ચોથા માળેથી નીચે પટકાયું, માતાના હૈયાફાટ રુદનથી ધ્રુજી ઉઠી ધરા

339
Published on: 9:36 pm, Tue, 21 December 21

સુરત શહેરમાંથી હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. આજના જમાનામાં નાના ટેણિયાઓને પણ ફોનમાં બધી જ ખબર પડે છે, પરંતુ ક્યારેક-ક્યારેક ફોન પણ મોતનું કારણ બની શકે છે. સુરતમાં મોબાઈલ ફોનના કારણે નાના બાળકનું કમકમાટી ભર્યુ મૃત્યુ થયું હતું. મોબાઇલમાં કાર્ટૂન જોતા જોતા બાળક ચોથા માળેથી રોડ પર પટકાયું હતું અને લાંબી સારવાર બાદ મૃત્યુ થયું હતું.

હાલના સમયમાં માણસનો મિત્ર અને દુશ્મન મોબાઇલ જ છે. મોબાઇલમાં એટલા મશગુલ થઈ જઈએ છીએ કે, શું કરી બેસીએ છીએ તેની ખબર જ રહેતી નથી. સુરતમાં પણ નાનકડા બાળક સાથે આવી જ ઘટના સર્જાય હતી. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી માસૂમ બાળક ધડામ કરતું નીચે પડ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ હતું. મળતી માહિતી અનુસાર, આ બાળકની 55 કલાકની સારવાર ચાલી હતી, તેમ છતાં બાળકનું મૃત્યુ થયું હતું.

લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે. સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે કે, ચોથા માળેથી બાળક કેવું જમીન પર પટકાય છે. જમીન ઉપર બાળક પટકાતા જ ત્યાં હાજર કોઈ યુવક આવે છે, એટલે બાળકને તેડીને લઈ જાય છે. મૃત્યુ પામેલ બાળકના પિતા ટાઇલ્સ ફોલ્ડિંગમાં કામ કરે છે.

શનિવારના રોજ, બપોરે જમ્યા બાદ પિતા કામે પરત ફર્યા હતા, અને માતા બે વર્ષના બાળકને મોબાઇલમાં કાર્ટૂન કરીને, વોશરૂમ ગયા હતા. બહાર આવતા જ બાળક ન દેખાતા આજુબાજુ શોધખોળ કરી, અને ત્યારે જ નીચે ઘણો અવાજ આવતા બારીમાંથી નીચે જોયું તો, કેટલાય લોકો ભેગા થઇ ગયા હતા. એકના એક દીકરાનું મૃત્યુ થતા માતાના હૈયાફાટ રૂદનથી આખુ પંથક ધ્રુજી ઊઠયું હતું.

અકસ્માત બાદ, બે વર્ષના બાળકને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવે છે. મળતી માહિતી અનુસાર 50 હજારના ખર્ચે આ બાળકની 55 કલાક સુધી સતત સારવાર ચાલતી હતી. તેમ છતાં બાળકનું મૃત્યુ થયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…