હાલમાં સુરતમાં કતારગામ GIDCમાં એક દર્દનાક ઘટના બનવા પામી છે. જેમાં એમ્બ્રોઈડરી મશીન ક્રેન મારફતે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. એમ્બ્રોઈડરી મશીન નીચે પટકાતા તેની સાથે બે મજૂરો ખેચાઈ ગયા હતા જેના મોત નીપજ્યા હતા. ગઈકાલે રાત્રે ત્રીજા માળે ક્રેન મારફતે એમ્બ્રોઈડરી મશીન ચડાવતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શિવ કરણ પ્રજાપતિ અને સંદીપ પ્રજાપતિનો સમાવેશ થતો હતો. હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
કતારગામ જીઆઇડીસીમાં મોટા પ્રમાણમાં ટેક્સટાઇલ યુનિટો ધમધમે છે. ત્યારે કતારગામ જીઆઇડીસીના ખાતા નંબર 908 અને 909ની વચ્ચે જગ્યા ખાલી પડે છે ત્યાં આગળ ક્રેન ત્રીજા માળેથી ધડાકાભેર નીચે પટકાયું હતું. ક્રેનની મદદથી એમ્બ્રોઈડરી મશીન ઉપર ચડાવવા દરમિયાન ક્રેનનો પટ્ટો તૂટી જતા એમ્બ્રોઈડરી મશીન ધડાકાભેર ત્રીજા માળેથી નીચે પડ્યું હતું.
View this post on Instagram
આ દરમિયાન, એમ્બ્રોઈડરી મશીન ઉપર બેઠેલો યુવક અને ત્રીજો માળે ઊભેલો યુવક મશીન સાથે નીચે પડતા બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. કતારગામ જીઆઇડીસીની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, પહેલા એમ્બ્રોઈડરી મશીન બીજા માળેથી નીચે પડે છે અને તેની સાથે બે મજૂર પણ નીચે પટકાય છે. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
કતારગામ પોલીસે એમ્બ્રોઈડરી યુનિટમાં સંચાલકનું નિવેદન પણ લીધા હતા. ઘટનામાં કઈ રીતે બેદરકારી રાખવામાં આવી છે તેની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, એમ્બ્રોઈડરી મશીન કોઈપણ પ્રકારની સેફ્ટી વગર ચડાવવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. એમ્બ્રોઈડરી મશીન ચલાવતા બે કામદારોના મોત થવાથી હોબાળો મચી જવા પામ્યો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…