એવું તો શું થયું કે, સુરતમાં 14 વર્ષની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યું- હૈયાફાટ રૂદન સાથે પરિવારે…

174
Published on: 12:17 pm, Fri, 26 November 21

આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. આ દરમિયાન, સુરતના પાંડેસરામાં એક 14 વર્ષની વિદ્યાર્થિનીએ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં સરી ગયો હતો.

ત્રણ સંતાનોમાં બીજા નંબરની દીકરીના આપઘાતને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. દુઃખમાં સરી પડેલી માતા એ જણાવ્યું કે, બપોરના ભોજન બાદ સૂઈ ગયા અને સાંજે ઉઠ્યા તો ઘર આંગણે બેઠી હતી ત્યારે એકની એક દીકરીએ ઘરને અંદરથી બંધ કરી આત્મહત્યા કરી લીધી. આવું કરવા પાછળનું કોઈ કારણ જણાવ્યું જ નહી.

માસૂમ કિશોરીએ દુપટ્ટાને હુક વડે બાંધી આપઘાત કરી લીધો હોવાનું પાંડેસરા પોલીસે જણાવ્યું હતું. હાલ આ અંગે પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, 14 વર્ષની એકની એક દીકરી ધોરણ-7માં અભ્યાસ કરી રહી હતી. તે આજથી શાળાએ જવાની હોવાથી તેની તૈયારી કરતી હતી. મંગળવારે બપોરે ભોજન કરી આખું પરિવાર આરામ કરવા ગયું હતું. બાદમાં બધા સાંજે 4 વાગે જાગીને ઘર આંગણે બેઠાં હતા.

આ અંગે પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, થોડીવાર બાદ નાના દીકરાએ બંધ દરવાજો ન ખોલતી બહેનને લઈ બુમાબુમ કરતા બધા ત્યાં દોડી આવ્યા હતા. દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા દીકરી લટકતી જોવા મળી હતી. પપ્પાની લાડકી દીકરીના આપઘાતની વાત સાંભળી પિતા પર તો જાણે આભ ફાટી પડ્યું હતું. કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવા છતાં દીકરીએ આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો. હાલ પાંડેસરા પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ આપઘાતનું સાચું કારણ જાણવા મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…