હાલ રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી છે. હાલ પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સૌરાષ્ટ્રના માત્ર પાંચ જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફલો થયા છે. 38 ડેમ ઓવરફ્લો ની સાથે સાથે ભાદર ડેમ ફક્ત પાંચ ફૂટ જ બાકી છે. આજથી ગણતરીના દિવસો પહેલા જ ખેડૂતો અને ગુજરાતવાસીઓ વરસાદ માટે તરસી રહ્યા હતા અને આજે પરિસ્થિતિ કંઈક અલગ જ દેખાઈ રહી છે. કેટલાય મહિનાઓથી ખાલી પડેલા જળાશયો ગણતરીને મીનીટોમાં છલકાઈ ગયા હતા.
હાલના વાતાવરણ ની વાત કરીએ તો ગઈકાલે એટલે કે સોમવારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા એટલે કે રાજકોટ, જામનગર અને જૂનાગઢ માં 22 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ તમામ જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં 22 ઇંચ વરસાદ ખાબકતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ શહેરની વાત કરીએ તો રવિવાર મોડી રાતથી સોમવાર રાતના અગિયાર વાગ્યા સુધી એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સાથે સાથે જ જૂનાગઢના વિસાવદરમાં પણ 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. હાલ આ તમામ તાલુકાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
એક સમયે લાગતું હતું કે ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાઇ ચુક્યો છે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફલો થયા છે અને ભાદર છલકાવું માત્ર પાંચ ફૂટ જ બાકી છે. આ સાથે સાથે જ આજીડેમ પણ ૯૦ ટકાથી વધુ ભરાઈ ગયો છે જેના કારણે નજીકના ગામડાઓમાં રેડ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતા અનેક જગ્યાએ લોકો ફસાયેલા છે અને સરકાર દ્વારા આ તમામ લોકોને બચાવવાની તમામ કોશિશો કરવામાં આવી રહી છે. ક્યાંક હેલિકોપ્ટર તો ક્યાંક બોટ લઈને જવાનો લોકોની મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં NDRF અને ફાયરની ટીમે 360થી વધારે લોકોનો રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડયા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…