જુઓ કેવીરીતે રાજકોટમાં માત્ર 10 જ સેકેંડમાં BMWમાંથી ચાર શખ્સ ઉઠાવી ગયા લાખો રૂપિયા- ઘટના CCTVમાં કેદ

130
Published on: 2:35 pm, Sat, 18 September 21

રાજકોટ (ગુજરાત): સમગ્ર ગુજરાત (Gujarat) માં ચોરી-લુંટફાટ (Theft-robbery) ની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે રાજકોટ (Rajkot) શહેરમાં આવેલ યાજ્ઞિક રોડ પર સાંજનાં સુમારે 3 શખ્સોએ એકસાથે મળીને લક્ઝુરિયસ BMW કારમાંથી વેપારી યુવાનની નજર ચૂકવીને ફક્ત 10 જ સેકન્ડમાં 3 લાખ રૂપિયા લઇને ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે.

ત્યારપછી પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે કે, જેમાં ઘટના પાછળ છારા ગેંગનો હાથ હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ત્રણેય શખ્સે પહેલા યુવાનને તમારા રૂપિયા રસ્તા પર પડી ગયા છે તેમ કહીને યુવાનને નીચે ઉતર્યો હતો.

કોમ્પ્લેક્ષની બહાર રસ્તા પર BMW કાર પાર્ક કરી હતી:
મળી રહેલ જાણકારી પ્રમાણે શહેરના યાજ્ઞિક રોડ પર ઈમ્પિરિયલ હોટલની સામે માધવ કોમ્પ્લેક્ષની બહાર BMW કાર પાર્ક કરી હતી કે, જેમાં રોકડ રકમ હોવાની જાણ થતા 3 શખ્સોએ પ્લાન બનાવીને વેપારી યુવાનની નજર ચૂકવી  3 લાખ રૂપિયા લઇને ભાગી ગયાની ઘટના સામે આવી રહી છે.

ત્યારપછી ભોગ બનનારે પોલીસને જાણ કરતા A ડિવિઝન પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ACP કક્ષાના અધિકારી ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી કે, જેમાં ભોગ બનનાર યુવાને પોલીસને સમગ્ર ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી. જેનાં પમાણે  તપાસ કરતા ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં 3 શખ્સોએ એકસાથે મળીને રેકી કર્યા પછી પ્લાન બનાવીને 3 લાખ રૂપિયા લઇ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.

એક શખ્સ બાજુની સીટમાં પડેલા 3 લાખ રૂપિયા નજર ચૂકવી છૂ:
રાજકોટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જે. જોશીના જણાવ્યા પ્રમાણે પ્રજેશ દક્ષિણી નામનો યુવાન માધવ કોમ્પ્લેક્ષમાં તેના મિત્રની મોબાઈલ શોપ પર કોઈ કામ માટે આવ્યો હતો. ત્યારપછી ગાડીમાં બેસીને પાછો જઈ રહ્યો હતો. આ સમયે 7 વાગ્યાનાં સુમારે એક શખ્સે કારનો દરવાજો ખખડાવીને તમારા રૂપિયા પડી ગયા છે તેમ કહેતા તે રૂપિયા લેવા માટે નીચે ઉતરતા બાજુની સીટમાં પડેલા 3 લાખ રૂપિયા નજર ચૂકવી ભાગી ગયા હતા.

3 શખ્સો સાથે મળી ગુનાને અંજામ આપ્યો:
પોલીસ જણાવે છે કે, જે CCTV ફૂટેજ સામે આવ્યા છે એને જોતા 3 શખ્સો એકસાથે મળી ગુનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે તેમજ ઘટનાની મોડેસ ઓપરેન્ડી જોતા આ બનાવ પાછળ છારા ગેંગનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં ફરિયાદીની ફરિયાદ લેવા તથા આરોપીને પકડી પાડવા માટેની ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.

આ રીતે CCTVમાં ઘટના બની:
CCTVમાં દેખાતા દ્રશ્યો પ્રમાણે સાંજના 6.58 વાગ્યાનાં સુમારે વેપારી યુવાન વ્રજેશ દક્ષિણી ફોન પર વાત કરતા કરતા પોતાની કારમાં બેસે છે ત્યારે 3 શખ્સો તેની કારની ફરતે ગોઠવાય જાય છે તેમજ એક શખ્સ પાછળથી ઈસરો કરી યુવાન પાસે જવા જણાવે છે. ત્યારપછી આ શખ્સ યુવાન પાસે જઇને તેના રૂપિયા પડી ગયા છે એવું કહે છે.

આ માટે યુવાન કારમાંથી નીચે ઉતરે છે તેમજ આ સમય દરમિયાન ફક્ત 10 સેકન્ડમાં પાછળ ઉભેલ શખ્સ કારનો દરવાજો ખોલીને તેમાં પડેલા રોકડ રૂપિયા 3 લાખ લઈને છૂ થઇ જાય છે. આમ, સમગ્ર ઘટનાને અંજામ આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…