રાજકોટમાં વધુ અકે ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ – દીકરીના પિતાને ફોનમાં કહ્યું ‘મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે!’

1784
Published on: 2:28 pm, Fri, 4 March 22

રાજકોટ (Rajkot) શહેરમાંથી વધુ એક ‘ગ્રીષ્મા-હત્યાકાંડ’ સામે આવતા સમગ્ર રાજ્યભરમાં ખળભળાટ મચ્યો છે. હજુ તો સુરતના કામરેજમાં ગ્રીષ્મા હત્યાકાંડની શાહી સૂકાઇ નથી, ત્યાં તો રાજકોટમાં પ્રેમિકાને ગળે ટૂંપો દઈ પ્રેમીએ દર્દનાક મોત આપ્યું હતું.

૧૩ ફેબ્રુઆરીએ સુરતના પાસોદરા પાટીયા નજીક એક તરફી પ્રેમીએ સરજાહેર યુવતીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. આ ઘટનાએ રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે આવી જ એક બીજી અન્ય ઘટના રાજકોટમાંથી સામે આવી છે. ગઈકાલે રાજકોટના કરણપરામાં મોડી રાત્રે નોવા નામની હોટલમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી, એસિડ ગટગટાવી લીધું હતું.

હત્યારા પ્રેમીનું નામ, જેમીશ ધનરાજભાઇ દેવાયાતા છે, અને મૃત્યુ પામનાર યુવતી સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમસંબંધ હતો. આ યુવક કચ્છ અને યુવતી જામનગરની રહેવાસી હતી. એસીપીએ જણાવતાં કહ્યું હતું કે, હત્યારા જેમીસે પ્લાસ્ટિકની પટ્ટી વડે યુવતીના ગળે ટૂંપો આપી, હત્યા કરી હતી. સાથોસાથ જાણવા મળ્યું છે કે, યુવક અને યુવતી સવારે 9 વાગ્યે નોવા નામની હોટેલમાં ગયા હતા. જાણવા મળ્યું છે કે, 301 નંબરની રૂમમાં રોકાયા પણ હતા.

યુવક-યુવતી સિવાય રૂમમાં અન્ય કોઈ નહોતું. જેમિસે યુવતીની હત્યા કરી, પોતાના પરિવારને જાણ કરી હતી. અને ત્યારબાદ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. યુવતીના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. એક જ મહિનામાં આવી બીજી ઘટના નોંધાતા લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.

મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, સવારે 9:00 વાગ્યાથી મારી દીકરીનો ફોન બંધ હતો. અમે સાંજ સુધી ફોન કરવાના પ્રયાસ કર્યા, પરંતુ સાંજે આશરે છ વાગ્યે જેમિશે ફોન ઉપાડ્યો અને કહ્યું – ‘મેં તમારી દીકરીની હત્યા કરી નાંખી છે, અને હું પણ આપઘાત કરું છું.’ આવા શબ્દો સાંભળતાં જ દીકરીના પિતા સ્તબ્ધ થઇ ગયા હતા. સાથોસાથ તેમણે જણાવ્યું છે કે, જેમીશ અને તેમની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હતો, તેવી અમને જાણ નહોતી. સાથોસાથ મૃતક યુવતીના પરિવારજનોએ માંગ કરી છે કે, દીકરીના હત્યારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

હત્યારા જેમિશની વાત કરીએ તો, રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાથોસાથ હોટલના બાથરૂમમાં લોહીના નિશાન અને જીન્સનું પેન્ટ મળી આવ્યું હતું. હાલ પોલીસ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…