પોરબંદર(ગુજરાત): તાજેતરમાં પોરબંદર(Porbandar)માંથી એક ચક્ચારો બનાવ સામે આવ્યો છે. જેમાં ઈશ્વરિયા ગામમાં ફરી રહેલા એક આખલા(Bull)નું સાઇકલ(Bicycle)ની વચ્ચે એવી રીતે માથું ફસાઈ ગયું કે ગામ આખું ધંધે લાગી ગયું હતું, જેનો વીડિયો(Video) હાલ સોશિયલ મીડિયા(Social media)માં ઘણો વાઈરલ થયો છે.
— ᴍᴀʏᴜʀ 🍂 (@mayur__lakhani) October 2, 2021
હાલ સોશિયલ મીડિયામાં આખલાનો જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામનો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, અહીં રસ્તે રખડતો એક આખલો સાઇકલની બીજી તરફ પડેલી વસ્તુ ખાવા જતા સાઇકલની વચ્ચેનો ભાગ એના માથામાં ફસાઈ ગયો હતો. સાઇકલ ફસાયા બાદ આખલાએ ઊછળકૂદ શરૂ કરી હતી પરંતુ, સાઇકલ નીકળી શકી નહી.
આખલાના ગળામાં સાઇકલ એવી તો ફસાઈ કે, આખલાના અનેક પ્રયાસો બાદ પણ તે સાઇકલને પોતાનાથી દૂર કરી શક્યો નહી. વિડીયોમાં જોઈ શકાય છે કે, રસ્તા પર સાઇકલ સાથે ઊછળકૂદ કર્યા બાદ થાકેલો આખલાએ રસ્તા પર બેસી જાય છે. ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય લોકો આખલાનું નામ પડતા જ એનાથી દૂર થઈ જતા હોય છે. લોકો આખલાની નજીકથી પસાર થવાનું પણ જોખમ લેતા નથી.
પરંતુ, ઈશ્વરિયા ગામમાં લોકો જ આખલાને બચાવવા આગળ આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, દસથી પંદર લોકોએ આખલાના પગ બાંધી દીધા હતા અને બાદમાં ભારે જહેમત બાદ સાઇકલને માથાના ભાગેથી દૂર કરી હતી. સાઇકલ નીકળી જતા આખલો ઊભો થઈ ચાલતો થઈ ગયો હતો. બાદમાં ગામના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…