ગુસ્સાની આગમાં એકસાથે 10 ઘરો સળગ્યા- પત્ની સાથેના ઝઘડામાં પતિએ ચાંપી દીધી આગ

202
Published on: 4:22 pm, Wed, 20 October 21

ઘર-કંકાસને લીધે ઘણીવાર ઘરમાં નાના-મોટા ઝઘડા થવા એ તો સાવ સામાન્ય બાબત છે જયારે હાલમાં એક એવી ભયાવહ ઘટના સામે આવ છે કે, જેમાં ઘરકંકાસે જવાળામુખીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. મળી રહેલ જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રમાં આવેલ સતારાના પાટણમાંથી આ ચોંકાવનાર ઘટના સામે આવી છે. જેમાં પત્ની સાથેના ઝઘડા પછી એક શખસે પોતાના ઘરમાં જ આગ લગાડી દીધી હતી.

ગુસ્સાની આ આગે પાડોશમાં આવેલ 10 ઘર સુધી ફેલાઈ જતા આ તમામ ઘરોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આની સાથે જ આગમાં આ બધા ઘર સંપૂર્ણપણે ખાક થઈ ગયાં હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ આગથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. રાહતની વાત તો એ છે કે, લોકો યોગ્ય સમયે ઘરમાંથી બહાર નીકળતાં કોઈ જાનહાની સર્જાઈ નથી.

પોલીસ જણાવે છે કે, મઝગાંવનો રહેવાસી સંજય પાટીલનો સોમવારની બપોરે પોતાની પત્ની પલ્લવીની સાથે ઝઘડો થયો હતો. આ મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે, બંનેની વચ્ચે મારપીટ પણ થઈ હતી બાદમાં સંજય એટલો ગુસ્સે થયો હતો કે, તેને પેટ્રોલ છાંટીને પોતાના જ ઘરને આગ લગાડી દીધી હતી.

લોકોએ આરોપીને જોરદાર માર્યો, પોલીસને સોંપ્યો:
પેટ્રોલ છાંટેલી આગ એટલી ઝડપથી પ્રસરી ઉઠી હતી કે, આસપાસનાં 10 ઘરને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. સૌથી વધારે નુકસાન આરોપી સંજયના ઘરથી પાસે આવેલ 4 ઘરને જ થયું હતું. આ ઘરમાં રહેલા ગેસ-સિલિન્ડરને લીધે આગે રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું.

આ ઘટના બાદ પાડોશીઓએ આરોપીને પકડી પાડીને ઢોરમાર માર્યો હતો. બાદમાં ત્યાંથી ઢસડીને તેને પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો. પાટણ તાલુકમાં આવેલ મઝગાંવમાં થયેલી આ ઘટના બાદ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લેવાઈ છે.

પત્નીએ પણ મારપીટની ફરિયાદ કરી:
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ અગ્નિકાંડમાં સંપત્તિનું તો મોટું નુકસાન થયું છે જયારે યોગ્ય સમયે લોકો ઘરની બહાર નીકળતા મોટી જાનહાનિ પણ ટળી હતી. હાલમાં આરોપી પતિ જેલના સળિયા પાછળ છે. પત્નીએ પણ તેની વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…