લક્ઝરી બસે એકટીવાને અડફેટે લેતા ત્રણ બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા – “ઓમ શાંતિ”

308
Published on: 11:00 am, Wed, 4 May 22

તાજેતરમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે કલોલમાં સોમવારે સાંજે લક્ઝરી બસની અડફેટે એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, લક્ઝરી ચાલકે કાબૂ ગુમાવતા બસ એક્ટિવાને અડફેટે લઈને પાસે રહેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કલોલ નગરપાલિકાના કર્મચારીનું મોત નીપજ્યું હતું. તેમના આકસ્મીક મોતને પગલે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અકસ્માતમાં લક્ઝરી બસમાં બેઠેલા એક વૃદ્ધને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ લક્ઝરીનો ચાલક ફરાર થઈ જતા પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કલોલની રાજદીપ સોસાયટીમાં રહેતા દિનેશકુમાર મણીલાલ પરમાર 15 વર્ષથી કલોલ નગરપાલિકાની બાંધકામ શાખામાં નોકરી કરતા હતા. તેઓ એક્ટિવા લઈને ઘરની બહાર નીકળ્યા હતા અને તેરસાના પરા બાજુ જતા હતા. સોમવારે સાંજે લગભગ 6 વાગ્યે કલોલ-માણસા ઓવરબ્રિજ નજીક તેને અકસ્માત નડ્યો હતો. લક્ઝરીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો જેથી તેણે એક્ટિવાને અડફેટે લીધી અને નજીકની દુકાનમાં ઘુસી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, અકસ્મતામાં લક્ઝરી બસના ટાયર ફરીવળતાં દિનેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે લોકો એકઠા થઈ જતા લક્ઝરીનો ચાલક ઉતરીને ભાગી ગયો હતો. બીજી તરફ લક્ઝરીમાં બેઠેલા ભીમાસણના મંગાજી ભવાનજી ઠાકોરને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતને પગલે કલોલ પોલીસ દ્વારા GJ-18-AV-7255ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, મૃતક દિનેશભાઈને પરિવાર પત્ની અને 10 વર્ષ, 5 વર્ષની બે દીકરીઓ અને 3 વર્ષનો એક દિકરો છે. ત્યારે તેઓના મોતને પગલે ત્રણ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…