માં મોગલે અશક્યને પણ શક્ય કર્યું: 24 કલાકની અંદર જ માનતા પૂરી થતા 15,000 રૂપિયા લઈ કબરાઉં ધામ પહોચેલી મહિલાને મણીધર બાપુએ કહ્યું…

117
Published on: 5:52 pm, Tue, 27 September 22

આપણા દેશને એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહિયાં દેવી-દેવતાઓને પ્રાથના કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને આ ઘોર કળયુગમાં માં મોગલના પરચા અપરંપાર છે. કહેવાય છે કે, માં મોગલ પર આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે. આજના આ લેખમાં અમે તમને આના વિષે જ જાણવાના છીએ.

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.

ત્યારે થોડા સમય પહેલા જ એક ભગવતીબહેન નામના ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, મારુ એક કામ અશક્ય હતું પણ મા મોગલે શક્ય કર્યું છે, એ પણ 24 કલાક પહેલા પૂર્ણ કર્યું છે. જેના કારણે હું માં મોગલ ની 15,000 રૂપિયાની માનતા હતી તે પૂરી કરવા આવી છું. આ વાત સાંભળતા જ મણિધર બાપુ એ કહ્યું કે, બેટા,મા મોગલે તારી માનતા 131 ગણી સ્વીકારી છે.

આ પછી મણીધર બાપુએ જણાવ્યું હતું કે, આ પૈસા તમારી દીકરી અને નણંદ બંનેને અડધા અડધા આપી દે જે, મા મોગલ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. માનતા પૂર્ણ કર્યા પછી ભગવતીબહેને મણિધર બાપુ અને માં મોગલના આશીર્વાદ લીધા. વધુમાં જણાવ્યું હતું કે, માતામાં શ્રદ્ધા રાખો, તમને કઈ થવા દેશે નહીં. અમે ઘણી વખત જોયું છે કે મોગલમાં શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસથી ભક્તોનું કાર્ય પૂર્ણ થાય છે. એટલે જ તો કહેવાય છે કે, જ્યાં દુનિયાનો અંત આવે છે, ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…