ગુજરાતીઓ આગામી 4 દિવસ ઘરમાં જ રહેજો! 40 થી 60 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

Published on: 1:15 pm, Wed, 29 June 22

આજે રાજ્યમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ(Rain)ને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 30 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કેટલાંક બંદરો પર તંત્રએ 3 નંબરનું સિગ્નલ આપતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. સાથે 40થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, 30 જૂનના રોજ રાજ્યમાં દ્વારકા, પોરબંદર રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, અમરેલી, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં વેરાવળ બંદર, દમણના દરિયા કિનારે તેમજ મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, ભરૂચ અને દહેજ સહિતના બંદરો પર એલર્ટ પર હોવાથી બંદરો પર 3 નંબરના સિગ્નલ આપી દેવાયા છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઇ છે.

જ્યારે 1 જુલાઈના રોજ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે તો સાથે સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, 2 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક જિલ્લામાં વરસાદ પડી શકે છે. અરબી સમુદ્ર (Arabian Sea) માં લો-પ્રેશર સર્જાયું છે જેના લીધે વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. લો-પ્રેશરના પગલે દરિયો તોફાની બન્યો છે. આથી, 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી.

બીજી બાજુ વલસાડ જીલ્લામાં પણ વરસાદી માહોલ જામતા જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકાંઠામાં માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી છે. દમણના દરિયાકિનારે ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તંત્રએ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે. પર્યટકોને પણ દરિયાકિનારે નજીક જવાની મનાઇ ફરમાવી છે. આગામી 4 દિવસ સુધી દમણનો દરિયો પણ તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જાફરાબાદ, ધારાબંદર, પીપાવાવ પોર્ટ, શિયાળ બેટ સહિત વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો.

સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દમણના દરિયા કિનારે પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ના ખેડવા માટેની સુચના આપી દેવામાં આવી છે. પર્યટકોને પણ દરિયા કિનારા પાસે નહીં જવાની સુચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 48 કલાક સુધીમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. આ સાથે જામનગર સહિત સૌરાષ્ટ્રભરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…