અંગદાન એજ મહાદાન: ગુજરાતમાં અંગદાન કરનારા દધિચીમાં થયો વધારો

165
Published on: 4:21 pm, Fri, 24 June 22

ગાંધીજીના સાબરમતી આશ્રમ પાસે દધિચી ઋષિનું મંદર છે જ્યાં દધિચીએ પોતાના અંગોનું- શરિરનું દાન કરીને પાંડવોને જીવતદાન આપ્યું હતું. ગુજરાતમાં હવે અંગદાન કરનારા દધિચીમાં વધારો થયો છે. 2012માં ગુજરાત ત્રીજા સ્થાને આખા દેશમાં હતું આજે તે 6ઠ્ઠા ક્રમે છે. હવે તેમાં સુધારો થઈ રહ્યો છે. મુખ્ય પ્રધાન ભપેન્દ્ર પટેલે દાતાઓના કુટુંબીજનોનું સન્માન કર્યું છે.

અમદાવાદ સિવિલ કેમ્પસમાં સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO)ના કારણે ગુજરાતમાં અંગદાનનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTOની ટીમના રાઉન્ડ ધ ક્લોક માનવસેવાના નિર્ધારના પરિણામે આજે દરરોજ સરેરાશ 4 વ્યક્તિઓને નવજીવન મળી રહ્યું છે. 24 કલાક અંગોના રીટ્રાઇવલ અને અંગોના પ્રત્યારોપણ માટે કામ કરે છે. મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે.

જો હોસ્પિટમાં તમામ સુવિધા હોય તો એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું અંગદાન 50 જેટલા જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકે છે. એક આંકડા પ્રમાણે ભારતમાં દર વર્ષે લગભગ 5 લાખ લોકો અંગદાનના અભાવે મૃત્યુ પામે છે. ભારતમાં 10 લાખ લોકોમાં માત્ર 0.26 ટકા લોકો અંગોનું દાન કરે છે. ગુજરાતમાં આટલું જ પ્રમાણ ગણવામાં આવે તો અંગો મળે તો 30 હજાર લોકોને મરતા બચાવી શકાય છે.

તમિલનાડુને સતત છઠ્ઠા વર્ષે અંગદાનમાં દેશમાં સર્વશ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યું છે. 1,392 દાતાઓમાંથી 8,245 અંગો કાપવામાં આવ્યા છે. ગુજરાતના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા હોવા છતાં ગુજરાત દેશમાં અંગદાન માટે પછાત છે. ભારતમાં 2 લાખ લોકો લીવરની બિમારીથી અને 2 લાખ હ્રદયની બિમારીથી મોતને ભેટે છે. જેમાં ગુજરાતના 8 ટકા લોકો હોવાનું અનુમાન છે. 5 હજાર લોકો અંગદાનની રાહ દરેક પળે જોઈ રહ્યાં હોય છે પણ તેમાં માત્ર 1 સદભાગીને અંગ મળે છે. જો રોજ 500 લોકો અંગદાન કરે તો ભારતમાં રોજ 5 હજાર લોકોને બચાવી શકાય તેમ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગત 16 મહિનામાં 74 વ્યક્તિના 234 અંગોનું દાન મળ્યું છે, જેનાથી 212 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. અમદાવાદ શહેરમાં 15થી 18 જૂન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક અંગદાન થયું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં થયેલા 71થી 74માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંજય કુમાર ગોહિલના અંગદાનથી હ્યદય, બંને કિડની અને લીવર, 72માં અંગદાનમાં મહેસાણાના મનોજ પરમારના અંગદાનમાં હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડ, 73માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંગીતા વનાલીયાના અંગદાનમાં હ્યદય, બંને કિડની અને લીવર, 74માં અંગદાનમાં અમદાવાદના 25 વર્ષીય રાહુલ રાજભરના અંગદાનમાં લીવરનું દાન મળ્યું છે.

ચારેય દર્દીઓના કિસ્સામાં ખાસ નોંધનીય બાબત એ હતી કે, બ્રેઇનડેડ થયા બાદ અંગદાન માટે પરિજનોએ કાઉન્સેલીંગ બાદ કલાકોમાં જ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. આ તમામ અંગદાતાઓના પરિજનો અંગદાનના મહત્વથી વાકેફ હતા.

જ્યારે અમદાવાદની ખાનગી કે.ડી. હોસ્પિટલમાં દલ્લુ વિનાયગમ બ્રેઇનડેડ થયા ત્યારે તેમના પરિવારજનોએ સ્વૈચ્છાએ અંગદાન કર્યું હતું. જેમના અંગદાનમાં બંને કિડની, લીવર અને બંને કોર્નિયાનું દાન મળ્યું છે. 2021ના ગુજરાતમાં દશેરાનો દિવસ ઐતિહાસિક હતો. 14 લોકોના 50 અંગદાનથી 38ના જીવ બચ્યા. અગાઉ સુરત અને અમદાવાદની સરકારી હોસ્પિટલ પૂરતા જ સીમિત રહેલું અંગદાન રાજ્યની ખાનગી હોસ્પિટલમાં પણ શક્ય બન્યું છે.

અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ તેમજ SOTTO(State Organ Tissue And Transplant Organization)ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી અને તેમના ટીમના પ્રત્યારોપણ માટેના પ્રયાસોના પરિણામે અંગોની ખોડખાપણ કે તકલીફના કારણે પીડામય જીવન જીવી રહેલા દર્દીઓને નવજીવન મળી રહ્યું છે.

14 જૂન 2022માં 1301 કિ.મી. દૂર નેપાળના 25 વર્ષના યુવાન લક્ષ્મણ મેગેતાના અંગનું દાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાયું હતું. ગુજરાતમાં અન્ય દેશના દર્દીએ અંગદાન કર્યું હોય તેવી પહેલી ઘટના હતી. 26 મે 2022ના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વડોદરા અને જૂનાગઢમાં એક જ દિવસમાં ત્રણ સ્થળોએ અંગદાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના બની હતી.

ગુજરાતમાં 13 વર્ષમાં મૃત દાતા કિડની પ્રત્યારોપણ 943 રહ્યું હતું. અમદાવાદ કિડની હોસ્પિટલમાં 2014માં 39, 2015માં 71, 2016માં 103 લોકોના અવયવોનું દાન થયું હતું. ભારતમાં 1.50 લાખ લોકોને કિડનીની જરૂર છે. પણ તેમાં માત્ર 3 હજારને જ મળે છે. ભારતમાં લીવરની જરૂરીયાત 25 હજારની છે. પણ માત્ર 800 મળે છે.

હ્રદય અને ફેફસા 40 વર્ષની ઉંમરના દર્દી દાન કરી શકે છે. બીજા અવયવો ગમે તે ઉંમરે થઈ શકે છે. ગુજરાતમાં અંગદાન અંગેની નબળી જાગૃતતા દર્શાવે છે. ગુજરાત એક તબક્કે અંગદાનમાં મોખરે હતું. 100 બ્રેન ડેડ લોકોમાંથી 1 ટકો બચવાની શક્યતા હોય છે. ગુજરાતમાંથી વર્ષ 2013થી વર્ષ 2017માં 580 અંગદાન થયા હતા. જે ઓછા હતા. તમિલનાડુ 2291 અંગદાન સાથે મોખરે હતું.

28 મી મે 2008 ના દિવસે કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા 25 વર્ષમાં 6500 અંગ પ્રત્યારોપણ પૂર્ણ કરાયા છે. મૃતક કિડની ટ્રાન્સપ્લાન્ટ માર્ચ 2020 સુધીમાં ઘટીને 19 થઇ ગયા છે, જે ગત વર્ષે 87 હતા. ગુજરાત માટે કોઇ ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે 1.8 લાખ રેનલ ફેલ્યોરથી પીડાય છે. જ્યારે ભારતમાં 2 લાખ લોકો લીવરની ખરાબીને કારણે મૃત્યુ પામે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…