સુરત શહેરમાં અવારનવાર શરમજનક ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. સરથાણા વિસ્તારમાં એક ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. હાલમાં આ ચોરીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, કતારગામના ડભોલી BRTS નજીક એક ચોરીની ઘટના સામે આવી છે. વાયરલ થઇ રહેલા વિડીયો મુજબ અને લોકોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ આ ઘટના ડભોલીની છે. વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકો છો કે, એક મહિલા મોપેડ ગાડી લઈને આવે છે અને ગાડીને ઘોડી મારી દે છે. ત્યારબાદ નીચે ઉતરીને BRTS રોડ પર પડેલા બ્લોકને ઉઠાવી લે છે.
ગાડીમાં વ્યસ્થિત રીતે બ્લોક ગોઠવીને ત્યાંથી મોપેડ શરુ કરીને નીકળી જાય છે. ત્યારે હવે આ ચોરીનો વિડીયો વાયરલ થતા લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે, આ ચોરીને બ્લોક ચોરી કહેવાય કે વારસાદના આગમન પૂર્વેની વ્યવસ્થા?
આ પહેલા પણ આ પ્રકારના અનેક શરમજનક ચોરીના વિડીયો વાયરલ થઇ ચુક્યા છે. વાત કરવામાં આવે તો અગાઉ ગટરના ઢાંકના ચોરી કરવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ત્યારે આ જ પ્રકારની ચોરીની ઘટના સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…