શરમજનક ઘટના: બોટાદમાં અજાણ્યા શખસે 75 વર્ષીય વૃદ્ધાએ પહેરેલા દાગીનાની લૂંટ કરી દુષ્કર્મ આચર્યું

214
Published on: 1:12 pm, Sun, 12 June 22

દુષ્કર્મ (Mischief)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. એવામાં એક શરમજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, બોટાદ (Botad)માં અજાણ્યા શખસે વિધવા સહાયના ફોર્મમાં સહી કરાવવાના બહાને 75 વર્ષીય વૃદ્ધાને બાઇક પર અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેમણે પહેરેલાા 9 હજારની કિંમતના દાગીનાની લૂંટ(Robbery) કરી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે વૃદ્ધાએ બોટાદ પોલીસ મથક (Botad Police Station)માં ફરિયાદ નોંધાવી હતી. તેથી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બારેક વાગ્યાના અરસામાં વૃદ્ધા પર ફોન આવ્યો:
તા.8/6/22ના રોજ બોટાદ શહેરના રહેવાસી દીકરી અને વૃધ્ધા સવારના સમયે એક્ટિવા લઈને ભાવનગર રોડ ,ફાટક પાસે, તાજપર જવાના રસ્તે ઉતારી તેઓ ભાંભણ જવા નીકળ્યાં હતાં. આ દરમિયાન વૃદ્ધા તેમના ઘરે જતા હતા ત્યારે સવારના દસ વાગે ભાવનગર રોડ, મહાકાળી ફર્નિચર પાસે પહોંચતાં એક અજાણ્યા બાઇકચાલક એની બાઇક લઈને પાછળથી આવ્યો હતો અને કહ્યું હતું કે ફોન લાવો, વિધવા સહાયના ફોર્મમાં તમારી સહી બાકી છે. તમને સહાય મળે, જેથી વૃદ્ધાએ તેમનો ફોન આપતાં એમાંથી તેના ફોનમાં ફોન કરી વૃદ્ધાનો નંબર લઇ તે જતો રહ્યો હતો.

આ પછી બારેક વાગ્યાના અરસામાં વૃદ્ધા પર 9824170540 ઉપરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હમણાં મેં તમારો નંબર લીધો એ ભાઈ બોલું છું, તમે રોડે છાયામાં ઊભા રહો, હું તમને લેવા આવું છું અને અડધી કલાક બાદ અજાણ્યો માણસ બાઇક લઈને આવી ગઢડા રોડે ખોડિયાર મંદિર આવેલું છે ત્યાં લઇ ગયો હતો, ત્યાર બાદ ખસ રોડ પર આવેલી નિર્લજ્જ જગ્યાએ ગામની બહાર લઈ ગયો હતો. આ દરમિયાન વૃધ્ધાએ પહેરેલા 9 હજારના દાગીનાની લુંટ કરી દુષ્કર્મ આચર્યું હતું.

અજાણ્યા બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી:
તેથી વૃધ્ધા દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. વૃધ્ધા પર દુષ્કર્મની ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…