વર્ષની શરૂઆતમાં જ સૌથી મોટી ઘટના- નદીમાં બોટ પલટી જતા એકસાથે 24 ખેડૂતો ડૂબ્યા- હજુ સુધી 2 નાં જ મૃતદેહ મળ્યા

280
Published on: 10:56 am, Sat, 22 January 22

આજકાલ અવારનવાર અકસ્માતના કિસ્સાઓ સર્જાય રહ્યા છે ત્યારે આવો જ એક અકસ્માતનો કિસ્સો બિહારના ગોપાલગંજ જિલ્લામાં સર્જાયો હતો. આ ઘટના વિશે કહેવામાં આવી રહ્યું છે કે, બિહારના ગોપાલગંજ જિલ્લામાં આવેલ ગંડક નદીમાં એક નાવ પલટી મારી ગઈ હતી. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, અંદાજીત ઘટનામાં 24 જેટલા ખેડૂતો પાણીમાં ડૂબી ગયા હોવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે આ ખેડૂતો ખેતી કરવા માટે ગોપાલગંજ જિલ્લામાં આવેલ નદી પાર કરી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના સર્જાય હતી.

આ ઘટના અંગે માહિતી મળી છે કે, જયારે બોટ ડૂબવા લાગી હતી ત્યારે એક યુવક છલાંગ લગાવીને ત્યાંથી તરીને નદી કિનારે પહોચ્યો હતો અને પોતાનો જીવ બચાવ્યો હતો. પરંતુ ત્યાં હાજર બીજા લોકો ડૂબી ગયાનું કહેવામાં આવી રહ્યું છે તેમજ તેમાં અંદાજીત 24 જેટલા ખેડૂતો હોવાનું કહેવાય રહ્યું છે. વધુમાં જાણવા મળ્યું છે કે આ બોટમાં એક ટ્રેકટર પર હતું જેના કારણે નદીના પ્રવાહમાં બોટ વધારે વજન સહન કરી શકી નહિ અને બોટ પલટી ખાઈ ગઈ જેના કારણે બોટમાં હાજર તમામ ખેડૂતો ડૂબી ગયા હતા.

આ ઘટનાની માહિતી મળતા પોલીસ સહિત તંત્રના ઉચ્ચાધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચીયા હતા અને નદી માંથી બે મૃતદેહોને બહાર પણ કાઢવામાં આવ્યું હતા. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના સર્જાયા બાદ ત્યાના સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. તેમજ વધુમાં જાણવા મળ્યું છે કે ડૂબેલા તમામ લોકોની શોધખોળ શરુ કરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…