ફરીએકવાર પાંચમાં ધોરણમાં ભણતી દીકરીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું- એક જ અઠવાડિયામાં ચોથો કેસ

197
Published on: 4:54 pm, Mon, 13 December 21

રાજ્યોમાં બાળકોની આત્મહત્યાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ગુજરાત રાજ્યમાં કુલ ત્રણ બાળકોએ નાની ઉંમરે આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવ્યું છે. હાલ આવા જ એક સમાચાર રાજકોટ માંથી સામે આવ્યા છે. ફક્ત દસ વર્ષની બાળકીએ આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવ્યું છે.

રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતા કપિલભાઈની દીકરીએ રવિવારના રોજ એકલતાનો લાભ લઇ ઘરમાં ચુંદડીથી ગળે ફાંસો ખાઇ મોતને વહાલું કર્યું હતું. બેભાન અવસ્થામાં 10 વર્ષની બાળકી દેખાતા પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી હતી. ડોક્ટરોએ સારવાર દરમિયાન બાળકીને મૃત જાહેર કરી હતી અને તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણકારી આપી હતી. ઘટનાની જાણકારી મળતા જ એ ડિવિઝન પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, સમગ્ર પરિવાર કોઈ ધાર્મિક પ્રસંગમાં ગયો હતો અને ઘરે ફક્ત ૧૦ વર્ષીય ખુશાલી એકલી હતી. મળતી માહિતી અનુસાર ખુશાલી હજુ તો પાંચમા ધોરણમાં જ ભણે છે. પરિવારને ચલાવવા માતા પણ દેરાસરમાં કામ કરે છે.

આ પરિવારને કોઇ ધાર્મિક પ્રસંગમાં જવાનું હોવાથી દરેક કુટુંબીઓ તૈયાર થતા હતા, જ્યારે ખુશાલીને આવવા કહ્યું ત્યારે તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી. ખુશાલીના ના પાડતા જ પરિવાર તેને ઘરમાં મૂકીને આ કાર્યક્રમમાં ગયા હતા.

જ્યારે પરિવાર આ કાર્યક્રમ માંથી ઘરે પરત ફર્યો ત્યારે, દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈ પ્રતિક્રિયા ન થતા, પરિવાર પાછળની બારીએ ઘરમાં જોવા ગયા હતા. બારીમાં ખુશાલીની લટકતી લાશ જોઇને પરિવારજનોએ દરવાજો તોડી અંદર પહોંચ્યા હતા અને હોસ્પિટલ સારવાર અર્થે લઇ ગયા હતા. પરંતુ તે પહેલાં જ ખુશાલીનું મૃત્યુ થયું હતું.

ફક્ત દસ વર્ષની દીકરીએ ભરેલા આ પગલાંથી ખુશાલીના જ માતા-પિતા નહીં પરંતુ દેશના દરેક માતા-પિતા સ્તબ્ધ થઇ ગયા છે કે, આટલી નાની ઉંમરે બાળકો આવું કેવી રીતે કરી શકે? તમને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં ચાર ચાર આવી ઘટનાઓ બની છે. આ પહેલા પણ નાની ઉંમરે બાળકોના આવા કઠિન પગલાથી ગુજરાત હચમચી ઉઠયું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…