ભાવનગરમાં પત્નીએ પતિને જીવતે જીવતો સળગાવી નાખ્યો- સમગ્ર ઘટના જાણી તમારા રુંવાડા બેઠાં થઈ જશે

1482
Published on: 3:22 pm, Sat, 2 April 22

ઘર હોય ત્યાં વાસણ તો ખખદે જ! કોઈ પણ ઘરમાં સાસુ-વહુ, દેરાણી-જેઠાણી અથવા અન્ય કોઈ થોડીઘણી તો માથાકૂટ ચાલતી જ હોય છે. ભાવનગરના સરતાનપર ગામમાં ઘરકંકાસને લઈને ભયંકર પરિણામ આવ્યું છે. પતિ-પત્નીના ઝગડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. તળાજાના સરતાનરપર ગામે ઘરકંકાસને લીધે થતાં ઝઘડાથી પત્નિએ પતિને ખાટલે બાંધીને સળગાવી દેતા પતિનું મોત થયું હતું.

પતિને જીવાતેજીવતો સળગાવી નાખ્યો
તળાજા તાલુકાના સરતાનપર ગામે રહી ખેત મજુરી કામ કરતા આધેડને તેની પત્નિએ ખાટલે બાંધીને સળગાવી દઈ હત્યા કર્યાંનો બનાવ બન્યો છે. આ અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરતાનપરમાં રહેતા સવજીભાઈ જીવાભાઈ બારૈયા (ઉ.વ. આશરે 44) ગઈકાલે બપોરે 3:15 કલાકના અરસામાં તેમના ઘરે લીમડાના ઝાડ નીચે ખાટલો રાખી સુતા હતા,

ત્યારે તેમના પત્નિ મધુબેન સવજીભાઈ બારૈયાએ તેમને ખાટલે દોરી વડે બાંધી કેરોસિન છાંટી સળગાવી દેતા સવજીભાઈ જીવાભાઈ બારૈયાનું મોત થયું હતું. પત્નીએ પતિને સળગાવ્યા બાદ કોઈ બચાવવા ન આવે તે માટે લાકડી લઈને આડી ઊભી રહી લોકોને જતા અટકાવતી હતી.

ઘરકંકાસને ભયાનક રૂપ ધારણ કર્યું
મળતી માહિતી અનુસાર, લક્ષ્મણભાઈ જીવાભાઈ બારૈયાએ તળાજા પોલીસ મથકમાં મધુબેન સવજીભાઈ બારૈયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો અને અવારનવાર ઝઘડો થતાં હોવાને લીધે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે. આ દંપતિને સંતાનમાં અનીતાબેન નામની એક દીકરી છે. જેમના લગ્ન થઈ ચુકયા છે. આ ઘટના અંગે પોલીસે તપાસ આગળ હાથ ધરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…