
સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીની સીઝનનો વરસાદ આ વર્ષ દરમિયાન ખાબક્યો છે ત્યારે નવરાત્રીમાં પણ મેઘરાજાએ વિરામ લીધો નથી. અમદાવાદમાં નવરાત્રિમાં પણ વરસાદ ખાબકતાં ખેલૈયાઓની મજા બગડી ગઈ છે. કેટલાક વિસ્તારોમાં સૌપ્રથમ નોરતાથી જ વરસાદ ખાબકતાં નવરાત્રિની માંડવીઓ પલળી ગઈ હતી.
નવરાત્રિમાં મેઘકહેર:અમદાવાદમાં મણિનગર, ખોખરા, વટવા, જશોદાનગર, રામોલ સહિતના વિસ્તારોમાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયા#trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate pic.twitter.com/oCB0pexaVy
— Trishul News (@TrishulNews) October 12, 2021
જ્યારે આજે શહેરનાં મણિનગર, ખોખરા, હાટકેશ્વર, વટવા, ઘોડાસર, જશોદાનગર તથા રામોલ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ફક્ત થોડાક વરસાદમાં જ આ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયાં છે. બીજી બાજુ ઓઢવમાં ઢીંચણ સુધીના પાણી ભરાઈ ગયાં છે. કેટલીક જગ્યાએ ગટર બેક મારતાં ફેક્ટરીઓના કેમિકલ વાળા પાણી રોડ પર આવ્યા હોવાને લીધે લાલ કલરના પાણી ભરાયા હતાં.
રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 96% વરસાદ:
રાજ્યમાં આ વર્ષ દરમિયાન નવરાત્રિમાં પણ વરસાદી ઝાપડાં પડી રહ્યા છે ત્યારે ગઈકાલે જ અમદાવાદના સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા. અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે.
આની સાથોસાથ જ રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં સતત 3 દિવસ સુધી હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 96% વરસાદ વરસી ચુક્યો છે. આવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ક્યારે ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગનાં મત પ્રમાણે રાજ્યમાં આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જેમ કે, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં વરસાદની સંભાવના રહેલી છે.
જ્યારે આજે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડી શકે છે. મંગળવારનાં રોજ વડોદરા, સુરત, ભરુચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે.
ગરબાની મંજૂરી મળતા જ ખેલૈયાઓ ખુશખુશાલ:
ગત વર્ષે પણ કોરોનાને લીધે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી ન હતી જેથી આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે ફક્ત શેરી ગરબાની મંજૂરી મળતા જ ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસમાં લાગી ગયા હતા. આની સાથે જ બજારોમાં પણ ભીડ જામી ગઈ હતી. છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ હોવાથી ખેલૈયાઓ નિરાશ થયા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ:
આ વર્ષ દરમિયાન સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે કે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં 130% કરતા વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં 111.7% અને ઉત્તર ગુજરાતમાં 512.96 મીમી સાથે કુલ 71.59% વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો કુલ 83.65% અને દક્ષિણ ગુજરાતમાં 93.05% વરસાદ પડ્યો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…