અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ: જુઓ કેવી રીતે મસમોટો ભૂવો પડતા જમીનમાં સમાઈ ગઈ અડધી કાર

183
Published on: 5:47 pm, Mon, 11 July 22

અમદાવાદમાં અતિ ભારે વરસાદને પગલે આખા અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આખા શહેરમાં પોશ વિસ્તારથી લઈને પછાત વિસ્તાર, તમામ જગ્યાઑમાં પાણી ભરાયેલા છે. ઘરો અને દુકાનોમાં પણ હજુ પાણી ઉતર્યા નથી અને રસ્તાઓની તો વાત જ ક્યાં પૂછવી, એવામાં શાહીબાગના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં એક આખી કાર ભૂવામાં સમાઈ ગઈ છે. જે જોઇને તમે પણ ચોકી ઉઠશો.

આ એક નહિ, પરંતુ ચોમાસા દરમિયાન આવા અનેક ભૂવાઓ પડવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આ તસ્વીરો જોઇને અનેક સવાલો ઉદભવી રહ્યા છે કે, શું આવી જ રીતે લોલમલોલ ચાલી રહી છે? તેની પાછળ જવાબદાર કોણ? ભુવાઓને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ? માત્ર આટલું જ નહિ, ભારે વરસાદ ખાબકવાને કારણે અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર અનેક સવાલો ઉદભવી રહ્યા છે.

અમદાવાદ આખું થયું જળબંબાકાર:
શહેરમાં ગઈ કાલથી મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસતા આખું શહેર જળબંબાકાર થઇ ગયું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પાણી ભરાવવાને કારણે વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી ગયો છે. ત્યારે આ દરમિયાન શહેરના પ્રહલાદનગર રોડ પર ઔડાના તળાવની પાળી તૂટતા તળાવના પાણી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ફરી વળતા આખેઆખું પાણીથી ભરાય ગયું છે.

ઠેર-ઠેર ભરાયેલા પાણીને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રહલાદનગર, શ્યામલ, જીવરાજ પાર્ક અને પાલડીમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ અમદાવાદ શહેરના નિકોલ, નરોડા, કૃષ્ણનગર, ઓઢવ, રખિયાલ, હાટકેશ્વર, ઈસનપુર અને અજીત મીલ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…