ગુજરાતમાં કાળી ભેંસે દૂધ જેવી ધોળી પાડીને જન્મ આપતા સર્જાયો ચમત્કાર- જોવા માટે ઉમટી પડ્યા લોકોના ટોળેટોળા

189
Published on: 12:12 pm, Sun, 10 October 21

તમે સૌએ ભેંસ કાળા અથવા ભૂરા રંગની જોઈ હશે. તેમજ તેમના બચ્ચાં પણ કાળા અથવા ભૂરા જ હોય છે. પરંતુ, કચ્છ જિલ્લાના પ્રાગપર ગામમાં એક પશુપાલકની ભેંસે સફેદ રંગની પાડીને જન્મ આપતા આશ્ચર્ય ફેલાયું છે. ગામના લોકો આ પાડીને નિહાળવા માટે પશુપાલકના ઘરે ઉમટી રહ્યા છે.

મુન્દ્રા તાલુકાના પ્રાગપર-2 ગામનો બનાવ
જાણવા મળ્યું છે કે, કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના પ્રાગપર-2 ગામમાં રહેતા અને વારસાગત પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લીલાધરભાઈ દોહટના ઘરે ભેંસે એક સફેદ પાડીને જન્મ આપ્યો છે. ભેંસે જે પાડીને જન્મ આપ્યો છે તેનો દેખાવ વાછરડી જેવો છે અને રંગ પણ સફેદ છે.

પશુપાલકનો પરિવાર પણ આશ્ચર્યમાં મુકાયો
પશુપાલકનો પરિવાર પેઢીઓથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે. પરંતુ, અત્યાર સુધી કોઈએ સફેદ પાડી જોઈ નથી. લીલાધરભાઈએ પણ પોતાના જીવનમાં પહેલીવાર સફેદ પાડીને જોઈ છે.

પ્રાગપર-2 ગામમાં પશુપાલકના ઘરે સફેદ પાડીનો જન્મ થયો હોવાની વાત સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી ફેલાતા લોકો કુતૂહલવશ થઈ પાડીને નિહાળવા માટે પશુપાલકના ઘરે પહોંચી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…