ગુજરાતના આ ગામમાં અચાનક જ આકાશમાંથી થયો હતો સોનાનો વરસાદ – ટોર્ચ લઈને લુંટવા પહોચ્યા લોકો

399
Published on: 3:38 pm, Sun, 19 June 22

શ અને દુનિયામાં ઘણી વખત આવી ઘટનાઓ બને છે, જે આપણું ધ્યાન ફક્ત પોતાની તરફ ખેંચે છે. શું તમે ક્યારેય આકાશમાંથી સોનું વરસતું જોયું છે? આ તમને થોડું ફિલ્મી લાગી શકે છે, પરંતુ તે એકદમ સાચું છે. ખરેખર, ગુજરાતના સુરતમાંથી આકાશમાંથી સોનું વરસવાની ઘટના સામે આવી હતી.

લગભગ એકાદ વર્ષ પહેલા સુરત એરપોર્ટ પાસે આવેલા ડુમ્મસ ગામમાં આકાશમાંથી સોનાનો વરસાદ થયો હતો. આ ગામમાં સોનું નાના-મોટા ટુકડામાં પડ્યું હોવાનું સામે આવ્યું છે. મોટા સોનાની સાઈઝ એક ઈંટ જેટલી હતી. તે જ સમયે, નાના સોનાનો આકાર બિસ્કિટ જેવો હતો.

જ્યારે ગામના લોકોને આકાશમાંથી સોનું પડવાની ખબર પડી તો તેઓ સૌ સોનાની શોધમાં નીકળી પડ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, કેટલાક લોકોને સોનાની ઈંટો મળી હતા તો કેટલાકને સોનાના નાના ટુકડા મળ્યા હત. એવું માનવામાં આવે છે કે, વિદેશથી સોનાની દાણચોરી કરી રહેલા કોઈ વ્યક્તિએ પકડાઈ જવાના ડરથી આ સોનું નીચે ફેંકી દીધું હશે જેથી તે પોતે બચી શકે. સોનું ક્યાંથી આવ્યું તે અંગે કઈ જાણવા મળ્યું નથી.

આકાશમાંથી સોનાના વરસાદના સમાચાર મળતા જ ગ્રામજનો સોનાની શોધમાં ઝાડીઓ તરફ નીકળી પડ્યા હતા. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ ગામ અને તેની આસપાસના શહેરોના લોકો ભેગા થઈ ગયા હતા. આ પછી અંધારાના કારણે લોકો આખી રાત ટોર્ચ લઈને સોનું શોધતા રહ્યા. જેમને સોનું મળ્યું, તેઓ ચૂપચાપ સોનું લઈને ચાલ્યા ગયા અને જેમને નથી મળ્યું, તે શોધતા જ રહી ગયા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…