ચીચીયારીથી ગુંજી ઉઠ્યો હાઈવે, ગમખ્વાર અકસ્માતમાં કાળમુખા ટ્રકે એક જ પરિવારના 8 સભ્યોનો લીધો જીવ

206
Published on: 11:45 am, Fri, 22 October 21

હરિયાણાના બહાદુરગઢમાં એક મોટો દર્દનાક માર્ગ અકસ્માત થયો છે, જેમાં એક જ પરિવારના આઠ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ ગમખ્વાર અકસ્માત KMP એક્સપ્રેસ વે પર થયો હતો, જ્યાં એક ઝડપી ટ્રકે પાછળથી વાહનને ટક્કર મારી હતી. ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે. પોલીસ આ મામલાની તપાસમાં જોડાયેલી છે.

પીડિત પરિવાર યુપીના ફિરોઝાબાદનો રહેવાસી હતો. ફિરોઝાબાદના નાગલ અનૂપ ગામના લોકો ગોગા મેડીથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ લોકો ભાડાની આર્ટિકા કાર લઈને નીકળ્યા હતા. અકસ્માત સમયે કારમાં 11 લોકો હતા. કેએમપી રોડ પર થોડા સમય માટે કારને રોકવામાં આવી હતી. આ અકસ્માતમાં માત્ર વાહન ચાલક, એક મહિલા અને એક બાળક બચી ગયા છે.

જણાવી દઈએ કે, દુર્ઘટના સમયે ડ્રાઈવર અને એક મહિલાને કારની બહારથી કોઈ ઈજા થઈ ન હતી, જ્યારે એક ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘાયલ બાળકીને સારવાર માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. નાની બાળકીને પગમાં ગંભીર ઈજા થઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. આ અકસ્માતમાં સ્પષ્ટ છે કે ટ્રક ચાલકે ઉભી રહેલી કારને ટક્કર મારી હતી.

બધા લોકો એક જ પરિવારના હતા:
મળતી માહિતી અનુસાર, કેએમપી એક્સપ્રેસ વે હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં માર્યા ગયેલા લોકો યુપીના ફિરોઝાબાદના રહેવાસી હતા. ફિરોઝાબાદના નાગલા અનૂપ ગામના લોકો ગોગા મેડીથી ઘરે પરત ફરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણકારી સામે આવી રહ્યું છે કે, તમામ મૃતકો એક જ પરિવારના છે. પરિવારના લોકો ભાડાની ર્ટિગા કારમાં કુલ 11 લોકો સવાર હતા. ઘટના દરમિયાન કારને ઉભી રાખવામાં આવી હતી અને કેટલાક લોકો શૌચાલય માટે નીચે ઉતર્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. હાલમાં વાહનના ડ્રાઈવર, એક મહિલા અને એક બાળકીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે અને બાકીના આઠ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…