સુરતમાં 11 ગાયોને ખીચોખીચ ભરી જતા ટેમ્પાનો પીછો કરી ગૌરક્ષકોએ કસાઈઓને પોલીસને હવાલે કર્યા

74
Published on: 4:15 pm, Wed, 8 December 21

સુરત શહેરમાં જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ નજીક 11 ગાયોને ભરી જતા ટેમ્પોનો ગૌરક્ષકો દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. આ પીછા દરમિયાન ટેમ્પો અકસ્માત બાદ પલટી ખાય ગયો હતો જેને કારણે એક ગાયને ફ્રેક્ચર અને અન્ય 10 જેટલી ગાયને શરીર પર નાની મોટી ઇજા થઇ હતી. ગૌરક્ષકોએ જણાવતા કહ્યું છે કે, હાંસોટથી નાનકડા ટેમ્પોમાં 11 ગાયઓને ખોચોખીચ ભરી ભાઠેના કતલખાને લઈ જવામાં આવતી હતી અને અમે તેને રોકવા માટે અમે પીછો કર્યો હતો.

એક સાથે 10 જેટલી ગાયને લઈને જતા ટેમ્પો અથડાયો:
ગૌરક્ષક વિનોદ જૈનએ જણાવતા કહ્યું છે કે, ઘટના અંદાજે વહેલી સવારે 4:30થી 5:00 વાગ્યા આજુ બાજુ બની હોવાનું કહ્યું હતું. ગૌરક્ષકોને મળેલી જાણકારીને આધારે આ ટેમ્પાનું ધ્યાન રાખીને જ બેઠા હતા. પિક-અપ ટેમ્પોમાં ખીચોખીચ ગાયને લઈને નીકળેલા ટેમ્પાનો ગૌરક્ષકો દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. જેને લીધે ચાલક ડરના મારે ભાગવા જતા ટેમ્પો જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ સાથે ધડાકાભેર અથડાઈ ગયો હતો.

વહેલી સવારે થયેલા આ ખતરનાક અકસ્માતમાં એક ગાયને ફ્રેક્ચર અને અન્ય ગાયોને શરીર પણ નાની-મોટી ઈજા થઇ હતી. ઘટનાની જાણ પછી મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. ઝડપાયેલા ટેમ્પો ચાલક સહિત બન્નેને પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.

ગાયને ભાઠેના ખાતે કતલખાનામાં લઇ જવામાં આવતી હતી:
વધુમાં જણાવતા ગૌરક્ષકે કહ્યું હતું કે, જહાંગીપુર પોલીસ સ્ટેશનને લઈ જવાયેલા બન્ને વ્યક્તિઓની પૂછપરછમાં ગાયને હાંસોટથી ભાઠેના લઈ જ જવાતી હોવાની માહિતી સામે આવી હતી. હાલ તમામ ગાયોને પાંજરાપોળ ખાતે રાખવામા આવી છે. આ ઘટના અંગેની જાણ બાદ મોટી સંખ્યામાં ગૌરક્ષકો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં રજૂઆત કરવામાં આવી હતી. જહાંગીરપુરા પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…