ઘરકંકાસમાં વહુએ સાસુને ગાળો ભાંડી લાફા જીંકી દીધા- વિડીયો VIRAL થતા રોડે ચડી પરણીતા

213
Published on: 4:55 pm, Thu, 16 September 21

હરિયાણા: તમે કેટલા એવા બનાવો સાંભળ્યા હશે કે, ઘરકંકાસને કારણે સાસુએ વહુની મારતો હોય. પરંતુ શું તમે ક્યારેય વહુએ સાસુને માર માર્યો હોય. ખરેખર, આ બનાવ ડોક્ટરની પત્નીએ તેના સાસુ મારતી અને પતિને ધમકાવતી હોય તેવો વિડીયો હાલ વાઈરલ થઇ રહ્યો છે. આ વિડીયો હરિયાણાનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

એક ચોકાવનારી ઘટના હરિયાણાથી નજરે આવી હતી. મળતી માહિતી મુજબ, હરિયાણાના ગુરુ ગામની એક કળિયુગની વહુનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વહુ સૌપ્રથમ તેની માં સમાન સાસુને એક લાત મારી રહી છે. એટલું જ નહીં, તેને પોતાની સાસુને લાફો પણ મારી દેતી જોવા મળે છે.

સાસુનો આ સમગ્ર ઘટનામાં એટલો જ વાંક છે કે, સાસુ ની ઉંમર થઈ ગઈ છે તે માટે સાસુ ઘરનું કામ કરવામાં અસમર્થ છે. તેને લઈને સાસુએ ઘરમાં કામવાળી રાખવાનું જણાવ્યું હતું. જેને કારણે દીકરાની વહુ સાસુ પર ગુસ્સે થઈ ગઈ અને સાસુ સાથે ઘરમાં માથાકૂટ કરવા કાગી હતી. પત્નીની આવી હરકત જોઈને પતિનો બાટલો ફાટી જાય છે અને ડોક્ટર પતિ પોતાની પત્ની કવિતા પર હાથ ઉપાડ્યો હતો.

જેને કારણે પત્નીને ગુસ્સો આવ્યો હતો. તેથી તેને પોતાનો ગુસ્સો પોતાની સાસુ પર ઉતારવા માટે સાસુને લાત અને લાફા વડે માર મારતી જોવા મળે હતી. અને આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. ઘરમાં સાસુમાનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં આવી પહોચ્યા હતા.

ત્યારે કવિતા અને તેના સગા વાળાએ આસપાસના લોકો સાથે પણ માથાકૂટ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઇને પતિએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી અને પોલીસને સમગ્ર ઘટનાને લઇને વિડિયો પ્રુફ પણ આપ્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…