જોવા જઈએ તો ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડવાની શરૂઆત થઇ ગઈ છે. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 1 ડિસેમ્બર સુધી ભારતના 8 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. જેને લીધે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ:
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ તમિલનાડુ, પોડેંચેરી, કેરલ, આંધ્ર પ્રદેશ અને લક્ષદ્રીપમાં 1 ડિસેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જો કે, કોમોરિન ક્ષેત્ર તેમજ શ્રીલંકાના સમુદ્રી તટની પાસે એક ભયાનક ચક્રવાત છે અને સાથે અત્યારે ઉત્તર અને પૂર્વી દિશામાં પણ ખુબ જ ઠંડી હવા ચાલી રહી છે. તેના કારણે આ પંચ રાજ્યોમાં વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે. તેમજ 29 નવેમ્બરના રોજ અરબ સાગરમા પણ ચક્રવાત ઉત્પન્ન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેના કારણે ગુજરાત, ગોવા તેમજ મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ થઇ શકે છે.
રાજ્યના ખેડૂતો માટે ઘેરાયા ચિંતાના વાદળો:
રાજ્યમાં આગામી સમયમાં અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને કારણે હવે રાજ્યભરના તમામ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જો વરસાદ પડશે તો ખેડૂતોના પાકને ભારે નુકસાન થઇ શકે છે.
હવામાન વિભાગે માછીમારોને કર્યા એલર્ટ:
આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા માછીમારોને ગંભીર ચેતવણી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, માછીમારો માછલી પકડવા માટે દરિયાકાંઠે જઈ શકશે નહિ. નહીંતર માછીમારોની જીંદગી મુશ્કેલમાં પડી શકે છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
તમિલનાડુમાં વરસાદે મચાવ્યો કહેર:
ભારતના હવામાન વિભાગના જણાવ્યા મુજબ તમને જણાવી દઇએ કે, શનિવારે પણ તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં ચેગલપટ્ટુ, કુડ્ડુલોર, થિરૂવલ્લૂર, કાંચીપુરમ, ચેન્નઇ, કરઇકલ, તેમજ મઇલાદુથુદરઇમાં પણ ખુબ જ ભારે વરસાદ પડ્યો હતો. જેમાં જાણવામાં મળ્યું છે કે, વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોતને ભેટ્યા છે.
અત્રે ઉલ્લખેનીય છે કે, ભારે વરસાદના કારણે તમિલનાડુ અને કેરલમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. લોકોને ઘરથી બહાર નિકળતી વખતે ભારે વરસાદને કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે, પૂર જેવી સ્થિતિ હોવાના કારણે ખૂબ જ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવાનું સૂચન આપવામાં આવ્યું છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…