અમેરિકાની નોકરી છોડી IIT એન્જિનિયરે એવો એવી વસ્તુની ખેતી શરુ કરી કે, હવે વર્ષે કમાય છે અધધધ…

255
Published on: 11:26 am, Wed, 19 May 21

હાલ ભારત જેવા દેશોમાં લાખો લોકો એવા છે જે પોતાની પસંદની નોકરી કરતા નથી. જેના કારણે લોકો કરોડોની નોકરી છોડી પાછા આવતા રહે છે. કર્ણાટકના કિશોર ઇન્દુકુરીની કેટલીક એવી જ વાર્તા છે. તેમણે અમેરિકામાં કરોડોની નોકરી છોડી દીધી. પછી ભારત પરત આવ્યા અને ડેરી ફાર્મનો બિઝનેસ શરુ કર્યો. પરંતુ હવે તે પોતાની પસંદના કામથી કરોડો રૂપિયાની કમાણી કરે છે.

જાણવા મળ્યું છે કે, કિશોરે આઈઆઈટી ખડકપુરથી ઇન્જીનિયરિંગ કરી. ત્યારબાદ PHD કરવા માટે અમેરિકા જતા રહ્યા અને ફરી તેઓને ઇન્ટેલ નામની કંપનીમાં કામ કરવાનો મોકો મળ્યો. પરંતુ 6 વર્ષ નોકરી કર્યા બાદ કિશોરનુ મન ભરાઈ ગયું. ત્યારબાદ તેઓએ ભારત આવવાનો નિર્ણય કર્યો.

ભારત આવ્યા પછી તેઓ હૈદરાબાદ પહોંચી ગયા. ત્યાં તેમને લાગ્યું કે, હાઈજેનીક કે શુદ્ધ દૂધ નથી મળતું. તેથી તેમણે ડેરી ફાર્મ ખોલવાનું વિચાર્યું. વર્ષ 2012માં તેમણે માત્ર 20 ગાયો સાથે જ ડેરીની શરૂઆત કરી. આ કિશોર લોકોના ઘરે-ઘરે દૂધ પહોંચાડવા લાગ્યો. આમ ધીરે-ધીરે બિઝનેસ વધતો ગયો. વર્ષ 2018માં કિશોરના 6 હજાર ગ્રાહક હતા. સિડ ફાર્મ નામથી એમની કંપની હૈદરાબાદમાં દૂધનો બિઝનેસ કરવા લાગી.

હાલના સમયમાં તેનો વ્યવસાય ખુબ વધ્યો છે. હવે તેઓના 10,000 જેટલા ગ્રાહકો છે. તેથી હવે તેના ખેતરમાં 120 લોકો કામ કરે છે. હાલ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 40 કરોડ પર પહોંચી ગયું છે. તેની કંપની દૂધ જ નહીં પરંતુ તેઓ દૂધના ઉત્પાદનો પણ વેચે છે. સિડ્સ ફાર્મ હવે ગાય અને ભેંસનું દૂધ, ગાયના દૂધનું માખણ, મલાઈ સ્કિમ દૂધ, ગાયનું દૂધ-ઘી અને ચીઝ પણ વેચે છે.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં, ઈન્દુકુરીએ ખુલાસો કર્યો હતો કે, શરૂઆતના દિવસો તેમના માટે મુશ્કેલ હતા. પરંતુ બાદમાં તેના પરિવારે સખત મહેનત કરી. શરૂઆતમાં તેણે પોતાની બધી બચતનો ઉપયોગ કર્યો અને ડેરી સ્થાપવા માટે તેના પરિવાર પાસેથી મદદ માંગી. 1 કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ અને પાછળથી 2 કરોડ રૂપિયા સાથે તે પોતાનો ધંધો બનાવવામાં સફળ રહ્યો. આ ઉપરાંત વર્ષ 2018માં ડેરીના કામકાજને વિસ્તૃત કરવા માટે તેમને 1.3 કરોડ રૂપિયાની લોન પણ મળી હતી.