ચાણક્ય નીતિ: આ 6 બાબતોનું તમારા જીવનમાં કરો પાલન, સફળતા તમારી પાસે સામેથી દોડીને આવશે

194
Published on: 3:07 pm, Thu, 28 October 21

આચાર્ય ચાણક્યને તો કોણ ન ઓળખતું હોય! એમની રાજનીતિ, રણનીતિ, સમાજથી જોડાયેલ કેટ-કેટલીય બાબતો હાલમાં પણ એટલી જ કામની છે કે જેટલી દશકો પહેલા હતી. જો તમે પણ ખુબ ઝડપથી સફળતા મેળવવા માંગતા હો તો આટલી વસ્તુઓનો અવશ્યપણે ત્યાગ કરી દેવો જોઈએ.

ક્રોધ:
જો તમે જીવનમાં સફળતાને પામવા ઇચ્છતા હો તો આજથી જ ગુસ્સે થવાનું બંધ કરી દો. ગુસ્સો એ કોઈપણ વ્યક્તિની અંતરાત્મા તેમજ બુદ્ધિ એમ બંનેનો વિનાશ કરે છે. જેને લીધે તેની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ થતો નથી તેમજ આની પાછળ રહી જાય છે.

ઘમંડ: 
કોઈપણ વ્યક્તિ જે દિવસે અહંકારી બને છે એ જ દિવસથી એવનું ઉલટું કાઉન્ટડાઉન શરૂ થઈ જતું હોય છે. એની સફળતા અથવા તો વૃદ્ધિનો ગ્રાફ નીચે આવવા લાગે છે. કારણ કે, તે એક એવી વસ્તુ છે કે, જેને લીધે કોઈપણ વ્યક્તિનો પોતાનો તેમજ લોકો બાજુ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે.

લાલચ:
આની સાથોસાથ જ આપને જણાવી દઈએ કે, લોભી વ્યક્તિ ક્યારેય પણ સંતોષ પામતો નથી તેમજ ખુબ આસાનીથી તેના લક્ષ્યથી ભટકી જતો હોય છે. આની સાથોસાથ જ તે માનસિક પીડા પણ ભોગવતો હોય છે.

અનુશાસન:
મિત્રો, શિસ્ત વગરનું જીવન પણ ઘણીવાર વેરવિખેર થઈ જતું હોય છે ત્યારે આપને જણાવી દઈએ કે. એના વગર સફળતા મેળવવી લગભગ અશક્ય વાત છે. અનુશાસિત વ્યક્તિ સમયને મહત્વ આપતો નથી તેમજ એને લીધે તે ક્યારેય પણ સફળ થઇ શકતો નથી.

આળસ:
આળસ તો માનવીનો મોટામાં મોટો શત્રુ કહેવાય છે ત્યારે આળસુ વ્યક્તિ વિચારવાનું ચાલુ રાખે છે તેમજ કંઇ કરી શકતો નથી. ધીમે-ધીમે તેની પ્રતિભા પણ પૂર્ણ થઈ જાય છે. સફળતા મેળવવા માટે ખુબ મહેનત કરવી પડતી હોય છે તેમજ તેનો કોઈ વિકલ્પ નથી.

છેતરપિંડી-જૂઠ્ઠાણું:
જે કોઈપણ વ્યક્તિ જૂઠું બોલે અથવા તો બીજાને છેતરે છે તેઓ પણ ક્યારેય સફળતાનાં શિખરે પહોંચી શકતા નથી. જો તેઓ સફળ થાય તો પણ તેમને સન્માન મળતું નથી. આમ, આટલી બાબતોનું જો તમે ખાસ ધ્યાન રાખશો તો તમે અવશ્યપણે સફળતાના શિખરે પહોંચી શકશો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…