
શિયાળાની ઋતુમાં ઠંડીના લીધે આંગળીઓ ફૂલે છે. ખાસ કરીને ઠંડા પાણીથી રસોઇ કરો, પછી ઠંડા પાણીથી કપડાં સાફ કરો, ઘરનાં ઘણાં કામકાજને કારણે આંગળીઓમાં સોજો આવી જાય છે. જો આ સમસ્યાનું ધ્યાન ન રાખવામાં આવે તો કેટલીક વખત આ સમસ્યાથી બીજી ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. તેથી, શિયાળાની ઋતુમાં આંગળીઓમાં આવતો સોજો ટાળવા માટે, કેટલીક વિશેષ ટીપ્સ અપનાવવાની જરૂર છે. આ ટીપ્સની મદદથી, તમે આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો.
સરસવ તેલ
રસોડામાં હાજર સરસવનું તેલ માત્ર રસોઈ માટે જ નહીં પરંતુ ઘણા ઘરેલું ઉપાયો માટે પણ વપરાય છે. શિયાળામાં, તમે આંગળીઓમાં સોજોની સમસ્યાને દૂર કરવા માટે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તેલ ગરમ કરો, તેમાં થોડુ મીઠું નાખો અને મસાજ કરો અથવા થોડો સમય રાખી મુકો. આનાથી આરામ મળશે.
લસણનો ઉપયોગ કરો
આંગળીઓનો સોજો દૂર કરવા માટે લસણનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે સરસવના તેલમાં લસણ નાંખો અને થોડો સમય તેલ બરાબર ગરમ થવા દો અને તેને હાથ પર સારી રીતે લગાવો. આમ કરવાથી હાથની સોજો તરત જ અદૃશ્ય થઈ જશે.
ગરમ પાણી અને લીંબુનો રસ
જો ઠંડીની ઋતુમાં આંગળીઓમાં વારંવાર સોજો આવે છે. તો આ સમસ્યાને દૂર કરવા માટે નવશેકું પાણી અને લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. આ માટે વાસણમાં હળવું પાણી લો અને તેમાં એક લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો. મિશ્રણ થયા પછી આ પાણીને તમારી આંગળીઓમાં રૂની મદદથી લગાવો.
ઓલિવ તેલ અને હળદર
આંગળીઓના સોજોની સમસ્યાને દૂર કરવા માટે ઓલિવ તેલ અને હળદરનું મિશ્રણ અસરકારક ઘરેલું ઉપાય છે. આ માટે હળદરના પાવડરમાં એક થી બે ચમચી ઓલિવ તેલ મિક્સ કરીને થોડીવાર માટે બધી આંગળીઓ પર મૂકી દો. થોડા સમય પછી તમે તેને હળવા પાણીથી સાફ કરી લો. તેનાથી સોજો દુર થશે.